મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ:સેન્ટ ઝેવીયર્સ લોયલા ફરી વિવાદમાં, વિદ્યાર્થીનીનું અન્ય રંગનું સ્વેટર શાળાએ ઉતારવી દીધું

અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ લોયલા સ્કૂલ એક વાર ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થીનીએ સ્કૂલ

અમદાવાદ:સેન્ટ ઝેવીયર્સ લોયલા ફરી વિવાદમાં, વિદ્યાર્થીનીનું અન્ય રંગનું સ્વેટર શાળાએ ઉતારવી દીધું

અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ લોયલા સ્કૂલ એક વાર ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થીનીએ સ્કૂલ યુનિફોર્મ ઉપર બીજું સ્વેટર પહેરતા શાળાએ સ્વેટર કઢાવી દેવાની રજૂઆત DEO કચેરીએ પહોંચી હતી. ઘટનાની જાણ થતા શહેર DEO એ શાળાને નોટીસ પાઠવી હતી.

વિદ્યાર્થીનીનું અન્ય રંગનું સ્વેટર ઉતરાવી લીધું

મેમનગર વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કુલના વિદ્યાથીએ, ઠંડીથી બચવા શાળાએ નક્કી કરેલ સિવાયના રંગનું સ્વેટર ધારણ કર્યું હતું. શાળાના સંચાલકોએ, આ વિદ્યાર્થીની પાસે અન્ય રંગનું સ્વેટર ઉતરાવી લીધુ હતું. જેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ ફટકારી

સમગ્ર મામલે  જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ ફટકારી છે.  શાળાને રૂપિયા 10 હજારનો દંડ કેમ ના ફટકારવો જોઈએ તે મુદ્દે નોટિસ ફટકારવામાંઆવી છે. સાથોસાથ FRCએ સ્કૂલ ફી ઘટાડ્યા બાદ વધારાની ફી પરત કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો: શરમજનક: અરવલ્લીમાં 16 વર્ષના કિશોરે 10 વર્ષની માસૂમનું કર્યું અપહરણ, ધમકી આપી વાંરવાર આચર્યું દુષ્કર્મ

શહેર DEO રોહિત ચૌધરીને આ મામલે રજૂઆત મળતા તેમણે તરત શાળાને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. એક તરફ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે કે કોઈ પણ શાળા સ્વેટર માટે ફરજ પાડી શકે નહી. બીજી તરફ કેટલીક શાળાઓ નિયમોને નેવે મૂકી મનમાની કરતી હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો