મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: શેર બજારમાં વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

શેર બજારમાં વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝ

અમદાવાદ: શેર બજારમાં વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

શેર બજારમાં વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી નિવૃત ટીડીઓનો પુત્ર હોવાનુ સામે આવ્યુ છે. સાથે લાખ્ખો રુપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામા આવ્યો છે.

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપી પ્રકાશ પરમાર, પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામના 3 આરોપીઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડી થકી લોકોને રોકાણ કરાવી રુપિયા પડાવી લેતા હતા. સાથે જ આ ગેંગમાં સામેલ ગોવિંદની કચ્છ પોલીસે 4 દિવસ પહેલા ધરપકડ કરી હતી. આ ગેંગ લોકોને શેરમાર્કેટમાં વધુ નફા માટે ટિપ્સ આપીશું તેમ કહી વોટ્સએપ ગ્રૂપમાં જોડતા, અને પહેલા થોડો નફો આપીને વિશ્વાસમાં લઇને છેતરપિંડી કરતા હોવાનુ સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગેંગના મુખ્ય આરોપીઓ કંબોડિયા,વિયતનામ સહિત અન્ય દેશોમાં છે અને ઇન્ડિયામાં એજન્ટ રાખીને કૌભાંડ ચલાવતા હતા. આ રીતે તેમને અમદાવાદના એક વ્યક્તિ પાસેથી 59 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ: વસ્ત્રાપુરમાં પ્રેમિકા સાથે હોટલમાં ગયેલા યુવકનું નકલી પોલીસે કર્યું અપહરણ

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રકાશ પરમારનુ ખાતુ ખોલાવી પ્રિયંક ગેમીંગ અને છેતરપિંડીના રુપિયા જમા કરાવતો હતો. જે 28 લાખ રૂપિયા પ્રકાશે કાઢીને ગોવિંદ નામના આરોપીને આપ્યા હતા. પ્રિયંક અન્ય આરોપીઓના બેંક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતો હતો. અને કેવલ ગઢવીની ઓફિસમા બેસી +44 કોડના નંબરની મદદથી રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે. આરોપી કેવલની ઓફિસે તપાસ કરતા 37 લાખ રોકડા, ચેક બુક, અલગ ડેબિટ અને અન્ય કાર્ડ, પાસબુક, અનેક સીમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી ગોવિંદ અને ફરાર અન્ય આરોપીઓ રૂપિયાની છેતરપિંડી કરીને આ રૂપિયાને અમેરિકન ડોલરમાં બદલીને વિદેશમાં બેઠેલા ગેંગને મોકલી આપતા હતા. અને જે પૈકી આ આરોપીઓને 10થી 15 ટકા કમિશન મળતું હોવાનુ સામે આવ્યું છે.

આ કેસમા પહેલા ઝડપાયેલા બે  2 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય એક આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી મળી આવેલા બેન્ક એકાઉન્ટની તપાસ 550થી વધુ ફરિયાદો દેશભરમાંથી મળી છે. જેની સાયબર ક્રાઇમ એ તપાસ હાથ ધરી સાથે જ 550થી વધુ એફઆઇઆરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો