Video: ચાંદલોડિયા ગરનાળા પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રકના ટાયર નીચે કચડાતાં બાળકીનું મોત

અમદાવાદના ચાંદલોડિયા ગરનાળા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વેકેશન પૂર્ણ થયા બાદ શાળાએ જતી બાળકીનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, બાળકી તેના પિતા સાથે બાઇક પર સવાર થઈને શાળાએ જઈ રહી હતી. દરમિયાન પિતાએ બાઇકના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બાળકી ટ્રકના ટાયર નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે બાળકીના પિતાને ખભાના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
જાહેરાત










