Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fierce protest by locals against the underbridge work that has been going on for 3 years

VIDEO: Ahmedabad / ગોતા-ચાંદલોડિયામાં 3 વર્ષથી ચાલી રહેલી અંડરબ્રિજની કામગીરીના વિરોધમાં સ્થાનિકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના ગોતા-ચાંદલોડિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી અંડરબ્રિજની કામગીરીથી ત્રસ્ત સ્થાનિકોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કામગીરીની અત્યંત ધીમી ગતિને કારણે રહીશોએ એકઠા થઈને અંડરબ્રિજ સાઈટ પર જ બેસણું કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. અધૂરા કામને લીધે અહીં પાણી ભરાવાની સમસ્યા અને રોગચાળાનો ભય સતત સતાવી રહ્યો છે. ચોમાસું નજીક હોવાથી હાલાકીમાં વધારો થવાની ભીતિ છે. લોકોએ માંગ કરી છે કે કાં તો બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અથવા તો હાલ પૂરતી સુવિધા માટે તેની બાજુમાં યોગ્ય રોડ બનાવી આપવામાં આવે.

App Store