Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Elderly man cheated of ₹4 lakh in the name of removing "black drops" of blood, thugs jailed

Ahmedabad/ લોહીના કાળા ટીપાં કાઢવાના નામે વૃદ્ધ સાથે ₹4 લાખની ઠગાઈ, બેંક કર્મચારીની સતર્કતાથી ઠગ જેલભેગો

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad/ લોહીના કાળા ટીપાં કાઢવાના નામે વૃદ્ધ સાથે ₹4 લાખની ઠગાઈ, બેંક કર્મચારીની સતર્કતાથી ઠગ જેલભેગો
સોર્સ : gstv

અમદાવાદ: શહેરમાં સિનિયર સિટીઝનોને ભોળવીને નકલી ડોક્ટર બની ઠગાઈ કરતી રાજસ્થાનની એક રીઢા ગુનેગારોની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં એક વૃદ્ધને નિશાન બનાવી તેમની પાસેથી સારવારના નામે લાખો રૂપિયા પડાવનાર આરોપી મોહમ્મદ અમજદને પોલીસે ઝડપી પાડ્યો છે.

App Store

ઠગાઈની અનોખી પદ્ધતિ: એક ટીપાંના ₹7 હજાર!

આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને આ ગેંગના સાગરીતોએ રસ્તામાં રોક્યા હતા. આરોપીઓએ વૃદ્ધ સાથે વાતચીત કરી તેમને શારીરિક બિમારી હોવાનો અને તેનો આયુર્વેદિક કે જાદુઈ ઈલાજ હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આરોપીઓએ વૃદ્ધના ઘરે એક 'સ્પેશિયાલિસ્ટ ડોક્ટર' મોકલવાની વાત કરી હતી.

થોડી જ વારમાં એક શખ્સ નકલી ડોક્ટર બનીને વૃદ્ધના ઘરે પહોંચ્યો હતો. તેણે વૃદ્ધને તપાસ્યા બાદ ડરાવ્યા હતા કે તેમના શરીરમાં 'ઝેરી લોહી' જામી ગયું છે. આ લોહીને 'કાળા ટીપાં' (Black Drops) સ્વરૂપે બહાર કાઢવું પડશે, અન્યથા જીવનું જોખમ છે. વૃદ્ધ ગભરાઈ જતાં તેમણે સારવારની હા પાડી હતી.

લોહીના એક ટીપાંની કિંમત રૂ. 7,000!

નકલી ડોક્ટરે વૃદ્ધના શરીરમાંથી ગંદુ લોહી કાઢવાનો ઢોંગ કર્યો અને જણાવ્યું કે કુલ 40 કાળા ટીપાં નીકળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ નકલી ડોક્ટરે એક ટીપાં દીઠ 7,000 રૂપિયાની માંગણી કરી હતી. આમ, માત્ર થોડી મિનિટોની કહેવાતી સારવારના નામે વૃદ્ધ પાસેથી 4 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

બેંક કર્મચારીની સતર્કતાથી આરોપી ઝડપાયો

વૃદ્ધ જ્યારે વધુ રૂપિયા ઉપાડવા માટે બેંક પહોંચ્યા ત્યારે તેમની ગભરામણ જોઈને બેંક કર્મચારીને શંકા ગઈ હતી. બેંક કર્મચારી અને સાયબર ક્રાઇમની ત્વરિત સતર્કતાને કારણે મોટી ઠગાઈ થતી અટકી હતી. આરોપી મોહમ્મદ અમજદ જ્યારે બેંકની બહાર જ વૃદ્ધની રેકી કરી રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો. સમગ્ર ઘટના બેંક અને આસપાસના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ક્યાં કરતા હતા રેકી?

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ મૂળ રાજસ્થાનની છે અને અમદાવાદ સહિત દેશના અન્ય મોટા શહેરોમાં પણ સક્રિય છે. તેઓ ખાસ કરીને નીચે મુજબના સ્થળોએ સિનિયર સિટીઝનોની રેકી કરતા હતા:

  • ફિઝિયોથેરાપી સેન્ટર

  • મંદિરો અને જાહેર ગાર્ડન

  • મોટી હોસ્પિટલોની આસપાસ

આરોપીઓ નકલી ડોક્ટર બનીને, નકલી સારવાર આપીને અથવા 'ડિજિટલ અરેસ્ટ' જેવો ભય બતાવીને વૃદ્ધોની જીવનમૂડી લૂંટી લેતા હતા. હાલમાં સાયબર ક્રાઇમે આ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.