VIDEO: અમદાવાદ-મુંબઈ હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાયું, વહેલી સવારે વાહનચાલકોને થઈ હતી મુશ્કેલી
સોર્સ : GSTV
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો અને દરિયાકિનારો ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાઈ જતાં સમગ્ર પંથક કોઈ હિલ સ્ટેશન જેવો ભાસતો હતો.ઠંડીના ચમકારા વચ્ચે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં સવારે આઠ વાગ્યા સુધી સૂર્યદેવતા દેખાયા નહોતા, જેના કારણે વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ઊંચી બિલ્ડિંગો પણ ધુમ્મસમાં ગાયબ થઈ ગઈ હતી. સ્થાનિકોએ આ આહલાદક વાતાવરણને પોતાના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે.

