Video: ભદ્રકાળી મંદિર બહાર સૂફી સંગીતના કાર્યક્રમથી વિવાદ

અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી દરમિયાન યોજાયેલા ભદ્ર ફેસ્ટિવલમાં નવો વિવાદ ઊભો થયો છે. ઐતિહાસિક ભદ્રકાળી મંદિરની બહાર સૂફી સંગીતના કાર્યક્રમનું આયોજન થતાં ભક્તો અને સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભદ્ર પ્રાંગણ અને ત્રણ દરવાજા વિસ્તારમાં ઉસ્તાદ ફઝલ કુરેશી અને ઉસ્તાદ શૂજાત ખાન દ્વારા સૂફી સંગીતની રજૂઆત કરવામાં આવી હતી. જોકે મંદિરની નજીક કાર્યક્રમ યોજવાના સ્થળની પસંદગી સામે સવાલો ઉઠ્યા છે. ધાર્મિક સ્થળની ગરિમા અને સંવેદનશીલતાનું ધ્યાન રાખવામાં ન આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જ મંદિર પરિસરની બહાર આ પ્રકારનું આયોજન થતાં આશ્ચર્ય વ્યક્ત કરાઈ રહ્યું છે. મહત્વનું છે કે AMC અને ક્રાફ્ટ્સ ઑફ આર્ટ્સ દ્વારા 12 વર્ષ બાદ ભદ્ર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
જાહેરાત














