Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Conspiracy to insert fake notes into cash deposit machines of city's ATMs, fake currency notes worth lakhs seized in 18 banks

Ahmedabad news: શહેરના ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટો પકડાઈ

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: શહેરના ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટો પકડાઈ
સોર્સ : GSTV

દેશના અર્થતંત્રને તોડી પાડવા માટે ગુનેગારો નકલી નોટો છાપીને ફરતી કરવા અવનવા કિમિયા અપનાવી રહ્યા છે અને સરકાર અને લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. અમદાવાદની ખાનગી અને રાષ્ટ્રીય કૃત 18 બેન્કોમાંથી  બે વર્ષમાં બનાવટી 500, 100, 200 અને 50ના દરની રૂપિયા 5.67 લાખની કિંમતની કુલ 1659 ચલણી નોટો પકડાઇ છે. ચોકાવનારી બાબત એ છે કે કમિશન લઇને ગુનેગારો એ.ટી.એમ. યુનિટમાં હોય છે તે કેશ ડિપોઝીટ મશીનમાં તથા બેન્કમાં ભરીને બજારમાં ફરતી કરી રહ્યા છે. નકલી નોટો બનાવવામાં એટલી ચોકસાઇ રખાતી હોય છે કે ખુદ બેન્ક મેનેજર કે પછી બેન્ક કર્મચારી પણ અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખી શકતાં નથી.

App Store

 પ્રમાણે કાલુપુર કૉ.ઓ. બેન્ક તથા એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડા, સાસ્વત બેન્ક અને આઇ.ડી.આઇ. બેન્ક તથા એસ.બી.આઇ સહિત કુલ 18 બેન્કમાંથી કુલ બે વર્ષમાં બનાવટી 500, 100, 200 અને 50ના દરની રૂ. 5.67 લાખની કિંમતની કુલ 1659 ચલણી નોટો પકડાઇ છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે કેશ ડિપોઝીટ મશીન તથા બેન્કમાં આવી નકલી નોટો ભરનારાની તપાસ શરુ કરવામાં આવી રહી છે.

કઇ કઇ ચલણી નોટો પકડાઇ

રૂપિયા કેટલી નોટો

2000 06 

500 895

200 374

100 274

50 110

કુલ 1659

2000ની નોટા બંધ થયા ના વર્ષો પછી પણ  બેન્કે કેવી રીતે સ્વીકારી

અમદાવાદની 18 બેન્કમોંથી પકડાયેલી બનાવટી ચણણી નોટોમાં વર્ષો પહેલા સરકાર દ્વારા બંધ કરાયેલા રૂ. 2000ના દરની  06 નોટો મળી આવી હતી આશ્ચર્યની વાત તો એ છે કે આ નોટો  બંધ થયે 10 વર્ષનો સમય થયો હોવા છતાં બેન્ક કર્મચારીઓએ કેવી રીતે સ્વીકારી. બીજી તરફ ડુપ્લીકેટ નોટોમાં કલર ઝેરોક્ષ તથા ચિલ્ડ્રન નોટો પણ સમાવેશ થાય છે.

ક્રાઇમ બ્રાંચ એસ.ઓ.જીમાં નોકરી કરતા એ.એસ.આઇ. લિયાકતઅલીએ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓને અમદાવાદની 18 જુદી જુદી બેન્કમાંથી નકલી નોટો મળી આવી હતી. જેમાં આઇ.સી.આઇ. બેન્કમાંથી 500ના દરની 272 તથા 200ની 72 તેમજ 100ના દરની 79 અને 50ના દરની 27 મળ કુલ 450 બનાવટી ચલણી નોટો કોઇક અજાણી વ્યક્તિ દ્વારા બેન્કમાં ભરી હતી. તેમજ એચ.ડી. એફ.સી બેન્કમાં પણ 500, 200, 100 અને 50ની કુલ 531 નોટો તેમજ ભારતીય રિઝર્વ બેન્કમાંથી 207 નકલી નોટો મળી આવી હતી