Ahmedabad / પરિણીતાને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલી સંબંધ રાખવા દબાણ કરનાર શખ્સ સામે ફરિયાદ

Ahmedabad / પરિણીતાને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલી સંબંધ રાખવા દબાણ કરનાર શખ્સ સામે ફરિયાદ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી એક પરિણીત મહિલાને વોટ્સએપ પર અશ્લીલ અને અપમાનજનક મેસેજ મોકલી પજવણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સે અજાણ્યા નંબર પરથી મેસેજ કરીને મહિલાને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. 

પોલીસ ફરિયાદ મુજબ, શનિવારે બપોરે મહિલાના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મહિલાએ સામેથી મેસેજ કરનારની ઓળખ પૂછતા તેણે પોતાના ઉપનામથી ઓળખ આપી હતી અને લખ્યું હતું કે, "હું તને પસંદ કરું છું, મારી સાથે સંબંધ રાખ." મહિલાએ આ મેસેજ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને ફરી ક્યારેય સંપર્ક ન કરવા સ્પષ્ટ ચેતવણી આપી હતી. તેમ છતાં, આ શખ્સે અશ્લીલ અને અપમાનજનક મેસેજ મોકલવાનું ચાલુ રાખ્યું હતું.

જાહેરાત

સતત થતી માનસિક પજવણીથી કંટાળીને મહિલાએ આખરે તે નંબર બ્લોક કરી દીધો હતો. સાંજે ઘરે આવ્યા બાદ તેણે સમગ્ર ઘટનાની જાણ પોતાના પતિને કરી હતી. દંપતીએ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તે નંબર ઈસનપુરમાં રહેતા એક શખ્સનો હોવાનું સામે આવ્યું હતું, જેની ઓળખ તેના ઉપનામ પરથી થઈ હતી. ત્યારબાદ મહિલાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત