VIDEO:બોપલના અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં હંગામો: પોલીસથી બચવા ભાગતા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
સોર્સ : GSTV
અમદાવાદના બોપલમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં કુખ્યાત મહાવીરસિંહ સિંધવના રહસ્યમય મોતનો મામલો ગરમાયો છે, જેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, ગર્લફ્રેન્ડના નંબર મુદ્દે પાડોશી સાથે થયેલા ઉગ્ર ઝઘડા બાદ દારૂના નશામાં ધમાલ થતાં રહીશોએ ૧૧૨ પર પોલીસને જાણ કરી હતી. પોલીસની PCR વાન આવતા જ ડરના માર્યે ભાગવા જતાં ચોથા માળેથી પગ લપસતાં પટકાવાથી મહાવીરસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગરના ચોકડી ગામનો વતની અને હાલમાં જ બોપલ ભાડે રહેવા આવેલા મહાવીરસિંહના વર્તનથી પાડોશીઓમાં ભય હતો. મૃતકના લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને ડ્રગ્સ નેટવર્ક સાથે કનેક્શન હોવાની આશંકા વચ્ચે બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના ગુનાહિત ભૂતકાળની વધુ તપાસ હાથ ધરી છે.

