Ahmedabad news: કોમન વેલ્થ ગેમ્સ-2030 પહેલાં બ્રિજનું સમારકામ, એલિસ, સુભાષ, ગાંધી બ્રિજનુ રીપેરીંગ

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રીવરબ્રિજ ઉપરાંત ફલાયઓવર,રેલવે ઓવરબ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. સુભાષ અને જુના ગાંધીબ્રિજના રીપેરીંગની કામગીરી હાલ ચાલી રહી છે.૧૩૨ વર્ષ જુના એલિસબ્રિજની સમારકામની કામગીરી રાજકમલ બિલ્ડર્સને રુપિયા ૨૭ કરોડના ખર્ચથી આપવામા આવી હતી.આ બ્રિજને સ્ટીલ સ્ટ્રકચર સાથે રીહેબ કરવામા આવી રહ્યો છે.
જુના એલિસબ્રિજના રીપેરીંગનો ખર્ચ ૨૦ કરોડથી વધીને ૨૭ કરોડ ઉપર પહોંચ્યો
અમદાવાદમાં ૧૩૨ વર્ષ પહેલા સાબરમતી નદી ઉપર બનાવાયેલા જુના એલિસબ્રિજના સમારકામ માટે એપ્રિલ-૨૪માં નિર્ણય લેવાયો એ સમય રુપિયા ૧૯.૬૧ કરોડ ખર્ચ અંદાજવામા આવ્યો હતો.અંદાજથી ૩૮.૬૦ ટકા ઉંચુ ટેન્ડર ભર્યુ હોવા છતાં રુપિયા ૨૭ કરોડની રકમથી આ કોન્ટ્રાકટરને બ્રિજના રીહેબીલીટેશન અને સ્ટ્રેન્થનિંગની કામગીરી અપાઈ હતી.
અમદાવાદમા કયા પ્રકારના કેટલા બ્રિજ
-નદી ઉપરના ૧૦
-રેલવે ઓવરબ્રિજ ૨૪
-રેલવે અંડરબ્રિજ ૨૬
-ફલાય ઓવરબ્રિજ ૨૧
-ચંદ્રભાગા ઉપર ૦૨
-ખારી નદી ઉપર ૦૨
-ખારીકટ કલ્વર્ટ ૦૭
જુના અને નવા સરદાર બ્રિજ ઉપરથી અદાણીની ગેસ પાઈપલાઈન પસાર થતી હોવાથી સપ્લાય બંધ ના થાય ત્યાં સુધી આ બંને બ્રિજના સમારકામની કામગીરી કરવી શક્ય બને એમ નથી.એક અંદાજ મુજબ અલગ અલગ બ્રિજના માઈનોર રીપેરીંગ પાછળ અત્યારસુધીમાં કોર્પોરેશન તરફથી રુપિયા ત્રણ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો છે.
બ્રિજ રીપેરીંગ માટે કયાં-કેટલો ખર્ચ કરાશે?
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારમા આવેલા બ્રિજના સમારકામ માટે વાર્ષિક કોન્ટ્રાકટ ટેન્ડરથી કામગીરી કરાવાશે. બ્રિજ રીપેરીંગ માટે કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ તરફથી મુકવામા આવેલ અંદાજ આ મુજબ છે.
કામનો પ્રકાર અંદાજિત ખર્ચ(કરોડમાં)
રૃટીન મેઈન્ટેનન્સ ૨.૪૯
કલ્વર્ટ,ફુટઓવરબ્રિજ ૨.૪૫
સ્ટ્રેન્થનિંગ કામગીરી ૬.૦૩
રીપેરીંગ,સ્ટ્રેન્થનિંગ ૬.૧૮

