Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : bit.ly/Gujarat-Rain-Alert-2026

 VIDEO: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 3 દિવસ વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર કુદરતી આફત તોળાઈ રહી છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી માવઠાની પ્રબળ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેનાથી ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

App Store

હવામાન વિભાગની તારીખવાર આગાહી
18 માર્ચ: આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.

19 માર્ચ: આ દિવસ રાજ્ય માટે સૌથી વધુ મહત્ત્વનો રહેશે. 19મીએ આખા રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

20 માર્ચ: વરસાદની તીવ્રતા ઘટશે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ પણ માવઠાની અસર જોવા મળી શકે છે.

ખેડૂતોની ચિંતામાં વધારો
ચાલુ સીઝનમાં વારંવાર બદલાતા હવામાનને કારણે રવિ પાક તૈયાર થઈને ઊભો છે અથવા ખેતરોમાં લણણીની પ્રક્રિયા ચાલુ છે. ઘઉં, જીરું, વરિયાળી અને રાયડા જેવા કિંમતી પાકો પર પાણી ફરી વળવાની બીકથી ખેડૂતોમાં ફાળ પડી છે. માર્કેટિંગ યાર્ડોમાં પણ ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો સુરક્ષિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.