મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા બાદ અમદાવાદમાં ઝડપાયું LPG ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ, દરરોજ 100થી વધુ બોટલોની હેરાફેરી

રાજ્યમાં વડોદરા બાદ અમદાવાદમાં LPG ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઈ

વડોદરા બાદ અમદાવાદમાં ઝડપાયું LPG ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ, દરરોજ 100થી વધુ બોટલોની હેરાફેરી

રાજ્યમાં વડોદરા બાદ અમદાવાદમાં LPG ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે.  અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઈસ્ટ પાસે આવેલા ખોડીયારનગર નજીક મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું મોટું કૌભાંડ સતત ચાલી રહ્યું છે, જેમાં ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓના ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવાનું કામ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

 ગેસ એજન્સીઓ સાથે કામ કરતા વ્યક્તિઓની સંડોવણી 

સૂત્રોના જણાવ્યા મુજબ ખોડીયારનગરમાં ગેસ એજન્સીઓ સાથે કામ કરતા વ્યક્તિઓ રહે છે અને  ગેસ સિલિન્ડરની ડિલિવરી  કરતી લોડીંગ રીક્ષાઓના માલિકો પણ રહે છે, જે રિક્ષાઓમાં ગ્રાહકોને આપવાનો ગેસ સિલિન્ડર ત્યાં લાવીને તેમાંથી ગેસની ચોરી કરે છે. અગાઉ આ જગ્યાએ પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ દોરડો પાડીને કાર્યવાહી કરી હતી. પરંતુ ગેરકાયદેસર કૌભાંડ ચલાવતા તત્વો બે રોકટોક રીતે ફરીથી સક્રિય થયા છે. 

આ પુરા કૌભાંડમાં કેટલા ગેસ એજન્સીના માણસો પણ સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. આ બાબતે ગેસ એજન્સીઓએ પણ અગાઉ તપાસ કરી હતી અને કેટલાક કર્મચારીઓને છૂટા કરીને કાર્યવાહી પણ કરી હતી પરંતુ ખોડીયાર નગર પાસે ચાલતું ગેસ ચોરીનું કૌભાંડ હજી અટક્યું નથી.

સિલિન્ડરમાંથી એક કિલોથી દોઢ કિલો સુધીના ગેસની ચોરી

સૂત્ર જણાવ્યા મુજબ બજારમાં રૂપિયા 810 માં મળતો ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે 1500 રૂપિયાથી 2000 રૂપિયામાં આપવામાં આવે છે. આ માટે ગેસ એજન્સી સાથે સંકળાયેલા લોકો એક-એક ગેસ સિલિન્ડરમાંથી એક કિલોથી દોઢ કિલો સુધીનો ગેસ ચોરી કરીને ખાલી સિલિન્ડરમાં ભરે છે. 

આમ પ્રતિદિન આ જગ્યાએથી 50 થી 100 સિલિન્ડર ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો અનેક મોટા નામના ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે.

વડોદરા પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું, સુપરવાઇઝર અને માલિક સહિત 10ની ધરપકડ

વડોદરાના રણોલી વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી 10 જણાને ઝડપી પાડ્યા છે. રણોલી ખાતે ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉનની આડમાં શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સુપરવાઇઝર અને અન્ય કેટલાક લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડર માંથી પાઇપ વડે ગેસ કાઢી ખાલી બોટલો ભરવામાં આવતા હોવાની વિગતોને પગલે એસ ઓ.જી.એ રેડ પાડી હતી. 

પોલીસે ઘટનાસ્થળેથી ગેસ સિલિન્ડરોના મોટા જથ્થા સાથે સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ (આશિયાના, કાલોલ) સહિત દસને ઝડપી પાડ્યા હતા. જ્યારે, સૂત્રધાર હિરેન મહેતા (સિલ્વર સ્ક્વેર એપાર્ટમેન્ટ ઊર્મિ ચાર રસ્તા પાસે અલકાપુરી)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ સમાચાર શેર કરો