Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Be wary of files coming in the name of an electricity company, bank or RTO

વીજ કંપની, બેન્ક કે RTOના નામે આવતી ફાઈલથી ચેતી જજો, નહીં તો સાયબર ફ્રોડનો ભોગ બનશો

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
વીજ કંપની, બેન્ક કે RTOના નામે આવતી ફાઈલથી ચેતી જજો, નહીં તો સાયબર ફ્રોડનો ભોગ બનશો
સોર્સ : GSTV

ડિજિટલ યુગમાં સાયબર ક્રિમિનલ્સ હવે સામાન્ય લોકોના બેન્ક એકાઉન્ટમાં સેંધ મારવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. હાલમાં જ સાયબર એક્સપર્ટ્સ દ્વારા એક ચોંકાવનારી 'APK ફાઈલ હેકિંગ' મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં વીજ કંપની, બેન્ક કે RTOના નામે ફેક મેસેજ મોકલીને લોકોના મોબાઈલ ફોન હેક કરવામાં આવી રહ્યા છે.

App Store

શું છે આ નવી મોડસ ઓપરેન્ડી?

સાયબર ઠગો દ્વારા વોટ્સએપ પર બેંક કે સરકારી કચેરીઓના લોગો ધરાવતા ડિસ્પ્લે પિક્ચર (DP)નો ઉપયોગ કરવામાં આવે છે. તે ભોગ બનનાર વ્યક્તિને બહાના હેઠળ મેસેજ મોકલે છે.

•વીજ કંપનીના નામે: તમારું વીજ બિલ ભરાયું નથી, આજે રાત્રે વીજળી કાપી નાખવામાં આવશે.

•બેન્કના નામે: તમારું KYC અપડેટ ન હોવાથી એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે.

•RTOના નામે: તમારા વાહનનું મેમો (ચલણ) બાકી છે, આ લીંક પરથી પેમેન્ટ કરો.

આ મેસેજની સાથે એક  એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ (APK)  ફાઈલ મોકલવામાં આવે છે. જેવી યુઝર આ ફાઈલ પર ક્લિક કરે કે તરત જ તેના ફોનનો સંપૂર્ણ એક્સેસ હકરો પાસે પહોંચી જાય છે.

એક ફોન હેક થાય તો આખું ગ્રુપ જોખમમાં

આ સ્કેમની સૌથી ભયાનક બાબત એ છે કે, એકવાર ફોન હેક થયા પછી હેકર્સ તે વ્યક્તિના વોટ્સએપ ગ્રુપમાં પણ એ જ વાઈરસ વાળી APK ફાઈલ મોકલે છે. લોકો પોતાના મિત્ર કે સગા-સંબંધીના નંબર પરથી મેસેજ આવ્યો હોવાનું સમજીને વિશ્વાસમાં આવી ફાઈલ ડાઉનલોડ કરે છે અને આ રીતે એક પછી એક અનેક ફોન હેક થાય છે.

ગણતરીની મિનિટોમાં બેન્ક એકાઉન્ટ ખાલી

એકવાર મોબાઈલનો એક્સેસ મળ્યા બાદ, હેકર્સ યુઝરના ફોનમાં રહેલી બેન્કિંગ એપ્લિકેશન અને OTP જોઈ શકે છે. બેન્કને શંકા જાય કે યુઝર કંઈ સમજી શકે તે પહેલા જ હેકર્સ નાણાં ટ્રાન્સફર કરી લે છે અને તુરંત જ ATM દ્વારા તે રકમ ઉપાડી લેવામાં આવે છે.

બચવા માટે સાયબર નિષ્ણાંતોની સલાહ

•અજાણી ફાઈલ ડાઉનલોડ ન કરો: વોટ્સએપ કે ઈમેઈલ પર આવેલી કોઈપણ એપીકે એક્સટેન્શન વાળી ફાઈલ ક્યારેય ઈન્સ્ટોલ ન કરવી.

•સત્તાવાર એપનો જ ઉપયોગ કરો: હંમેશા ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

•ગભરાશો નહીં: વીજળી કાપી નાખવામાં આવશે કે એકાઉન્ટ બ્લોક થશે તેવા મેસેજથી ડર્યા વગર પહેલા જે-તે વિભાગની ઓફિસમાં જઈને અથવા રજિસ્ટર્ડ હેલ્પલાઈન પર કોલ કરીને તપાસ કરો.

•OTP શેર ન કરો: કોઈપણ સંજોગોમાં અજાણી વ્યક્તિ સાથે OTP કે પિન શેર કરવો નહીં.

જો તમે આવી છેતરપિંડીનો ભોગ બનો છો, તો વિલંબ કર્યા વગર નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.