Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : People suffocated when chlorine gas cylinder exploded during excavation with JCB

Ahmedabad: JCBથી ખોદકામ દરમિયાન ક્લોરિન ગેસનો બાટલો ફાટતા લોકોના શ્વાસ રુંધાયા, આંખોમાં બળતરા

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: JCBથી ખોદકામ દરમિયાન ક્લોરિન ગેસનો બાટલો ફાટતા લોકોના શ્વાસ રુંધાયા, આંખોમાં બળતરા
સોર્સ : GSTV

સોલા ભાગવત ચાર રસ્તા પાસે આવેલા માધવ ગાર્ડનમાં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું ત્યારે જમીનમાં દટાયેલો લોખંડનો ક્લોરિન ગેસનો 6 ફૂટ લાંબો બાટલો ફાટયો હતો જેના કારણે આસપાસના લોકોના શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને આંખોમાં બળતરા થવા લાગી હતી. ગેસ લિકેજ અંકુશમાં લેવાની કામગીરી દરમિયાન અસર થતાં ફાયરબ્રિગેડના બે જવાનોને સારવાર આપવી પડી હતી. રવિવારની રજામાં સાંજના સમયે ગેસલિકેજ થતાં લોકોમાં નાસભાગ મચી હતી.

App Store

માધવ ગાર્ડનમાં જેસીબીથી ખોદકામ દરમિયાન 6 ફૂટ લાંબો લોખંડનો ઝેરી ગેસનો બાટલો ફાટતા સાંજે નાસભાગ મચી

સોલા ભાગવત ચાર રસ્તા નજીક આરસીટેકનીકલ સામે આવેલા માધવ ગાર્ડનમાં આંજે સાંજે જેસીબ મશીનથી ખોદકામ ચાલી રહ્યું હતું. જ્યાં જમીનમાં દટાયેલો કલોરિન ઝેરી ગેસનો લોખંડનો બાટલો તૂટતાં આસપાસમાં ઝેરી ગેસની અસર થતાં સ્થાનિક લોકોના શ્લાસ રુંધાવાના અને આંખોમાં બળતરા શરુ થતાં લોકોમાં દોડધામ સાથે અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ આવી પહોચી હતી અને લિકેજ ગેસને અંકુશમાં લેવાની કામગીરી કરતાં ફાયરના થલતેજ ખાતે ફરજ બજાવતા બે જવાનને અસર થતાં બન્ને જવાનને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી.

સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એન.ભુકનના જણાવ્યા મુજબ ગાર્ડનમાં વર્ષોથી જમીનમાં દટાયેલો ગેસનો લોખંડનો 6 ફૂટનો બાટલો જેસીબીથી ખોદકામ સમયે ફાટતાં ઝેરી ગેસની અસર થઇ હતી જો કે થોડા સમયમાં ફાયર બ્રિગેડે લિકેજ ઉપર અંકુશ મેળવી લીધો હતો.