Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC Election: OBC seats will increase from 19 to 52

AMC Election: OBC બેઠક 19માંથી વધીને 52 થશે, સામાન્ય 76માંથી ઘટીને 59 રહેશે, ત્રણ કે વધુ ટર્મવાળા કોર્પોરેટરોના પત્તા કપાશે?

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
AMC Election: OBC બેઠક 19માંથી વધીને 52 થશે, સામાન્ય 76માંથી ઘટીને 59 રહેશે, ત્રણ કે વધુ ટર્મવાળા કોર્પોરેટરોના પત્તા કપાશે?
સોર્સ : gstv

આગામી ફેબુ્રઆરી મહીનામા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટેનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે.રાજયના ચૂંટણી આયોગે ૨૮ ઓકટોબરે મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકોની જાહેર કરેલી ફાળવણી મુજબ ઓ.બી.સી. માટેની બેઠક જે હાલમાં ૧૯ છે તે કુલ બેઠકના ૨૭ ટકા મુજબ ફાળવવામા આવતા વધીને ૫૨ બેઠક થશે. શહેરમાં ૪૮ વોર્ડ છે. આ પૈકી ચાંદખેડા સિવાયના ૪૭  વોર્ડમાં એક ઓ.બી.સી. ઉમેદવારને રાજકીય પક્ષોએ ફરજિયાત ટિકીટ આપવી પડશે. આમ છતાં પાંચ બેઠક વોર્ડ દીઠ એક ઉમેદવાર મુકાયા પછી બાકીના ઉમેદવાર એડજેસ્ટ કરવા કેટલાક વોર્ડમાં બે ઓ.બી.સી. ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખવા પડશે. ગત ચૂંટણીમાં સામાન્ય બેઠક ૭૬ હતી જે હવે ઘટીને ૫૯ થશે.

App Store

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલની પરિસ્થિતિમાં કુલ ૧૯૨ બેઠક છે.આ પૈકી પચાસ ટકા લેખે મહિલાઓ માટે ૯૬ બેઠક, અનુસુચિત જાતિ માટે ૨૦ બેઠક તથા અનુસુચિત જનજાતિ માટે બે બેઠક તથા પછાતવર્ગના ઉમેદવારો માટે ૧૯ બેઠક સાથે કુલ અનામત બેઠક ૧૧૬ તથા સામાન્ય બેઠકોની સંખ્યા ૭૬ મુજબનુ માળખુ અસિતત્વમાં છે.ફેબુ્આરી-૨૦૨૬માં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજવા માટે શહેરમાં વર્ષ-૨૦૧૧મા કરવામા આવેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ ૫૬.૬૪ લાખની વસ્તી ગણાશે.શહેરમાં વોર્ડ દીઠ સરેરાશ ૧.૧૮ લાખની વસ્તી છે.હાલની અનુસુચિત જાતિ માટે અનામત કુલ વીસ બેઠકમાં કોઈ વધ-ઘટ થશે નહીં. આ વીસ પૈકી દસ બેઠક અનુસુચિત જાતિના મહીલા ઉમેદવારો માટે અનામત રાખવી પડશે.અનુસુચિત જનજાતિની બે બેઠકમા કોઈ વધારો થશે નહીં.ચૂંટણી આયોગ તરફથી  ૨૭ ટકા બેઠક ઓ.બી.સી. ઉંમેદવાર માટે અનામત રાખવાનો નિર્ણય કરવામા આવતા અત્યારથી જ ભાજપ,કોંગ્રેસ ઉપરાંત એમ.આઈ.એમ.ના કોર્પોરેટરોમાં   અત્યારથી જ દોડધામ શરુ થઈ ગઈ છે.દરેક કોર્પોરેટર તેમને ફરીથી તેમનો પક્ષ કોર્પોરેટર બનવા ટિકીટ આપે એ માટેના પ્રયાસોમાં લાગી ગયા છે.આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમા બેઠકોમા રોટેશન પણ જોવા મળશે.જેને લઈને પણ કચવાટ જોવા મળી રહયો છે.

અનુસુચિત જાતિ મહિલાઓ માટે અનામત બેઠકો

સાબરમતી, ઘાટલોડીયા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ, શાહીબાગ,બોડકદેવ, ઈન્ડિયાકોલોની,સરસપુર -રખિયાલ, બહેરામપુરા, વસ્ત્રાલ અને વટવા દસ બેઠક મહિલાઓ માટે અનામત રાખવામા આવી છે.

અનુસુચિત જાતિના પુરુષો માટે અનામત બેઠકો

ચાંદખેડા,થલતેજ, નારણપુરા, સૈજપુર,ખાડિયા, મકતમપુરા, દાણીલીમડા,ગોમતીપુર, અમરાઈવાડી અને ભાઈપુરા વોર્ડમા કુલ દસ બેઠક અનામત રખાઈ છે.જયારે અનુસુચિત જાતિના  ઉમેદવાર માટે એક તથા એક મહિલા માટે ચાંદખેડા વોર્ડમા એમ કુલ બે બેઠક અનામત રખાઈ છે તથા વાસણા વોર્ડમા એક પુરુષ ઉમેદવાર માટે અનામત બેઠક રાખવામા આવી છે.

ઓ.બી.સી.મહિલા ઉમેદવાર  માટે કયા-કયા વોર્ડમાં અનામત બેઠક

ચાંદલોડિયા,રાણીપ,નવા વાડજ, થલતેજ, નારણપુરા,સરદારનગર, સૈજપુર,કુબેરનગર, નવરંગપુરા,જોધપુર, દરિયાપુર,વિરાટનગર, બાપુનગર,ખાડીયા, જમાલપુર,વાસણા,સરખેજ, મકતમપુરા,દાણીલીમડા, મણિનગર,ગોમતીપુર, અમરાઈવાડી, ઓઢવ, ઈન્દ્રપુરી, ભાઈપુરા તથા રામોલ-હાથીજણ વોર્ડમાં ઓ.બી.સી.મહિલા ઉમેદવારો માટે એક એક બેઠક અનામત રખાશે.

ઓ.બી.સી.પુરુષ ઉમેદવાર માટે કયા-કયા વોર્ડમાં અનામત બેઠક

ગોતા,ચાંદલોડીયા, સાબરમતી, ઘાટલોડીયા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ, નરોડા,કુબેરનગર, અસારવા, શાહીબાગ, શાહપુર,નવરંગપુરા,બોડકદેવ,ઈન્ડિયા કોલોની, ઠકકરબાપાનગર,નિકોલ,સરસપુર, જમાલપુર,પાલડી, વેજલપુર,બહેરામપુરા,મણિનગર, વસ્ત્રાલ, ખોખરા,લાંભા અને વટવા બેઠકોનો સમાવેશ થાય છે.

ત્રણ કે વધુ ટર્મવાળા કોર્પોરેટરોના પત્તા કપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૧૯૮૬માં  ભાજપે સત્તા મેળવવા નવા ચહેરાઓને ટિકીટ આપી હતી. આ પછી છેલ્લા વીસ વર્ષમાં યોજાયેલી દરેક કોર્પોરેશનની ચૂંટણીમા નો રિપીટ થિયરીના ભાગરૃપે ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોને ટિકીટ અપાતી નથી. આ વખતે પણ આ બાબતનો અમલ કરવા પક્ષ મોવડીમંડળ મકકમ હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

 ચાંદખેડા વોર્ડમાં ઓ.બી.સી.નો અમલ નહીં થાય

અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં જાતિ આધારીત વસ્તી ગણતરી મુજબ અનુસુચિત જનજાતિની એક મહિલા તથા અનુસુચિત જાતિ માટે એક પુરુષ બેઠક અસ્તિત્વમા છે. આ કારણથી આ વોર્ડમાં ઓ.બી.સી.બેઠકનો અમલ નહીં કરવામા આવે.

પાંચ વોર્ડમાં ઓ.બી.સી.માટે બે-બે બેઠક રહેશે

અમદાવાદના ચાંદલોડીયા ઉપરાંત કુબેરનગર, નવરંગપુરા,જમાલપુર અને મણિનગર વોર્ડમાં ઓ.બી.સી.વર્ગના બે-બે ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ જંગમા ઉતારવા પ