Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Amazing Sniffer Dog at Ahmedabad Airport! Rs6 crore hydroponic ganja found in a foreign woman's bag from Vietnam

અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગનો કમાલ! વિયેતનામથી આવેલી વિદેશી મહિલાની બેગમાંથી મળ્યો ₹6 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગનો કમાલ! વિયેતનામથી આવેલી વિદેશી મહિલાની બેગમાંથી મળ્યો ₹6 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
સોર્સ : gstv

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પરથી કિંમતી હાઈડ્રોપોનિક ગાંજો ઘૂસાડવાનો વધુ એક આંતરરાષ્ટ્રીય કારસો કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ(AIU) ટીમે નિષ્ફળ બનાવ્યો છે. જેમાં વિયેતનામથી આવેલી મ્યાનમારની એક મહિલા મુસાફરની ટ્રૉલી બેગમાંથી રૂ.6 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતો 6.07 કિલોગ્રામથી વધુનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે કસ્ટમ્સ પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

સ્નિફર ડોગે ગાંજાનો ભેદ ઉકેલ્યો

કસ્ટમ્સ વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 31 ઓગસ્ટના રોજ વિયેતનામના હો ચી મિન્હ સિટીથી 'વિયેટજેટ એર'ની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. આ ફ્લાઈટમાં આવેલી મ્યાનમાર મૂળની એક મહિલા મુસાફર પર શંકા જતાં કસ્ટમ્સની AIU ટીમે પેસેન્જર પ્રોફાઈલિંગ અને એક્સ-રે સ્કેનિંગના આધારે તેને અટકાવી હતી. આ દરમિયાન, કસ્ટમ્સના સ્નિફર ડોગે મહિલાની ટ્રૉલી બેગ પાસે જઈને કૂદાકૂદ કરતાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની આશંકા ઊભી થતાં અધિકારીઓએ મહિલાની સઘન તપાસ હાથ ધરી હતી.

ટ્રૉલી બેગમાં ચોરખાનું અને ફોલ્સ લેયર બનાવ્યું હતું

કસ્ટમ્સ અધિકારીઓએ જ્યારે મહિલાની ટ્રૉલી બેગની સઘન તપાસ કરી ત્યારે બેગની નીચેના ભાગે ખાસ બનાવવામાં આવેલું એક ચોરખાનું અને ફોલ્સ લેયર મળી આવ્યું હતું. આ ચોરખાનું ખોલતાં તેમાંથી વેક્યુમ પેક કરેલા 5 પારદર્શક પ્લાસ્ટિકના પેકેટો મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો. પ્રાથમિક ફિલ્ડ ટેસ્ટિંગ કિટ દ્વારા ચકાસણી કરતાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું પુરવાર થયું હતું.

સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS) એક્ટ, 1985ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને રૂ.6 કરોડની કિંમતનો 6.07 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે અને મહિલા મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આ ગાંજાનો જથ્થો ભારતમાં કોને સપ્લાય કરવાનો હતો અને આ કન્સાઈનમેન્ટનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગે કસ્ટમ્સ અને નાર્કોટિક્સ વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહિલા માત્ર કેરિયર તરીકે કામ કરતી હતી કે પછી તે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની સક્રિય સભ્ય છે તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News