VIDEO: તહેવારો ટાણે અમદાવાદ સહિત રાજ્યભરમાં રેશનિંગ ધારકો ખાંડથી વંચિત રહેવાની ભીતિ, ચલણ ન થતાં મુશ્કેલી
અમદાવાદ સહિત રાજ્યભરમાં તહેવ

અમદાવાદ સહિત રાજ્યભરમાં તહેવારોની મોસમ ટાણે જ રેશનિંગ કાર્ડધારકોને ખાંડથી વંચિત રહેવું પડે તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે. શહેરની ૮૫૦ સસ્તા અનાજની દુકાનો પરથી અંદાજે ૧૦ થી ૧૧ લાખ બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકો રાશન મેળવે છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાનું ખાંડનું ચલણ જનરેટ ન થવાથી જથ્થો મળવાની શક્યતા નહિવત છે….એક તરફ બજારમાં ખાંડના ભાવ વધ્યા છે અને બીજી તરફ સરકારી રાશન ન મળવાથી તહેવારોમાં નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. આથી કાર્ડધારકોએ સરકાર સમક્ષ આ સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.




