VIDEO: ભરૂચમાં આગામી તહેવારોને અનુલક્ષીને એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને ધ્યા

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને ધ્યાન પર રાખીને એ શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી. હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ તેમજ મુસ્લિમ સમાજના ઇદેમિલાદ જેવા પર્વો સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. સી.કે. પટેલ અને પોલીસ અધિકારીઓએ કાયદો-વ્યવસ્થા જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત બંને સમાજના આગેવાનોએ એકતા અને કોમી એખલાસ સાથે તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી..




