Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: In just four days, PCB made a big announcement

Ahmedabad news: ચાલુ વર્ષ દરમિયાન PCBએ હજારથી વધુને પાસાની સજા ફટકારી, 218 લોકોને કર્યા તડીપાર

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ચાલુ વર્ષ દરમિયાન PCBએ હજારથી વધુને પાસાની સજા ફટકારી,  218 લોકોને કર્યા તડીપાર
સોર્સ : gstv

શહેર પોલીસ કમિશનરના તાબા હેઠળ કામ કરતા PCB ડીપાર્ટમેન્ટે માત્ર ચાર જ દિવસમાં પ્રોહિબીશન 9 કેસ નોંધીને કુલ 11.66 લાખના મુદ્દામાલ સાથે 10 આરોપીને ઝડપી લીધા છે. આ સાથે જ અલગ અલગ ગુનામાં અને તેમાંય પ્રોબિહેશન ગુનામાં વોન્ટેડ હોય તેવા 12 આરોપીઓને PCB પોલીસે દબોચીને જેલના સળીયા ગણતા કરી દીધા છે.

App Store

શહેર પોલીસ કમિશનરના અંગત સ્કવોડ તરીકે કાર્યરત PCB વિભાગે માત્ર ચાર જ દિવસમાં લાખો રૂપિયાની કિંમતનો વિદેશી તથા દેશી દારુ સાથે આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હોવાનું સામે આવ્યું છે. 

માત્ર ચાર જ દિવસમાં પીસીબીએ સપાટો બોલાવ્યો 

દરિયાપુરમાંથી 76 લીટર દેશી દારુ ઝડપ્યો 
નારોલમાંથી 60 લીટર દેશી દારુ ઝડપ્યો 
નિકોલમાંથી 40 લીટર દેશી દારુ ઝડપ્યો 
સાબરમતીમાંથી347 નંગ વિદેશી દારૂની બોટલ જપ્ત કરી 
ખોખરામાંથી 333 દેશી દારુ ઝડપ્યો 
વટવામાંથી44 લીટર દેશી દારુ ઝડપ્યો 
કાગડાપીઠમાંથી 750 નંગ વિદેશી દારુની બોટલ જપ્ત કરી 
રીવરફ્રન્ટ ઇસ્ટમાંથી 280 લીટર દેશી દારુ ઝડપ્યો 
નરોડામાંથી 915 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એકની ધરપકડ

દારુની હેરાફેરી કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી

અત્રે નોંધનીય છે કે  2 ડીસેમ્બરથી 6 ડીસેમ્બર સુધીના ટૂંકાગાળા પીસીબીએ દરિયાપુર, નારોલ, નિકોલ, સાબરમતી,ખોખરા, વટવા, કાગડાપીઠ, રીવરફ્રન્ટ ઇસ્ટ, નરોડા સહીતના પોલીસ મથકોની હદમાં દરોડા પાડીને દારુની હેરાફેરી કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી દીધી છે.

 પોલીસની હદમાં આવેલા શિવશક્તિ ફ્લેટમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો

તાજેતરમાં જ નરોડા પોલીસની હદમાં આવેલા શિવશક્તિ ફ્લેટમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હોવાની બાતમી પીસીબીના ઈન્સ્પેક્ટર જે.પી.જાડેજા અને તેમની ટીમને મળતા જ તાત્કાલિક દરોડા પાડવામાં આવ્યા અને રૂપિયા 3.86 લાખના વિદેશી દારુ તથા બિયરના જથ્થા સાથે બુટલેગર વિક્રમ ઉર્ફે વિક્કી રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે યોગેશ સોની નામના ફરાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ટોપિક્સ:pcb policegstvgujarat statepolice