Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad/ Anandnagar PG student molested by security guard

Ahmedabad/ આનંદનગરમાં PGમાં રહેતી વિદ્યાર્થિની પર સિક્યોરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad/ આનંદનગરમાં PGમાં રહેતી વિદ્યાર્થિની પર સિક્યોરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
સોર્સ : gstv

અમદાવાદ (Ahmedabad)ના પોશ ગણાતા આનંદનગર (Anandnagar) વિસ્તારમાંથી એક અત્યંત ચકચારી અને શરમજનક ગુનો સામે આવ્યો છે. અહીં આવેલા એક પેઇંગ ગેસ્ટ (Paying Guest - PG)માં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પીજીના જ સિક્યોરિટી ગાર્ડ (Security Guard) દ્વારા ગળે વાયરનો ટૂંપો દઈને દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું છે. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ (Arrest) કરી લીધી છે.

App Store

રાત્રે ધાબા પર ચાલવા ગયેલી યુવતી બની શિકાર

મળતી વિગતો અનુસાર, પીડિત યુવતી અમદાવાદમાં રહીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ (Interior Designing)નો અભ્યાસ કરે છે અને આનંદનગર વિસ્તારમાં આવેલા એક પીજી (PG)માં રહે છે. રાત્રિના સમયે યુવતી પીજીના ધાબા (Terrace) પર ચાલવા (Walk) માટે ગઈ હતી. આ દરમિયાન પીજીમાં જ ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડે તેની દાનત બગાડી હતી.

આરોપીએ ક્રૂરતાની હદ વટાવીને યુવતીના ગળામાં વાયર (Wire) ભેરવી ટૂંપો આપી દીધો હતો અને તેને અસહાય બનાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

છ-સાત દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યો હતો આરોપી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હરદોઈ (Hardoi) જિલ્લાનો વતની છે. તેનું નામ ધર્મસિંહ રામશંકરસિંહ સિંહ છે. તે માંડ 6 થી 7 દિવસ પહેલાં જ આ પીજી (PG)માં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી પર જોડાયો હતો. નોકરીએ રાખતા પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન (Police Verification) કે પૃષ્ઠભૂમિ તપાસાઈ હતી કે નહીં તે પણ હવે તપાસનો વિષય બન્યો છે.