Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad civil gynecologist turned out to be a thug

Ahmedabad સિવિલનો ગાયનેક ડોક્ટર નીકળ્યો ઠગ, મહિલાને ગર્ભવતી બનાવી લગ્ન કરવાનો ઇનકાર કર્યો

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad સિવિલનો ગાયનેક ડોક્ટર નીકળ્યો ઠગ, મહિલાને ગર્ભવતી બનાવી લગ્ન કરવાનો ઇનકાર કર્યો
સોર્સ : gstv

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રેમ, વિશ્વાસ અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાહીબાગ પોલીસે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. રાહુલ આહીરગામાની ધરપકડ કરી છે. બોટાદના મૂળ વતની ડોક્ટર સામે દુષ્કર્મ, છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ વર્ષ 2023થી મહિલા અને આરોપી વચ્ચે પરિચય હતો, જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. માર્ચ 2026થી બંને અમદાવાદમાં લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા.

App Store

મહિલાને ગર્ભવતી બનાવી લગ્ન કરવાનો ઇનકાર કર્યો

આરોપ છે કે ડોક્ટરે લગ્ન કરવાની લાલચ આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને બાદમાં તે ગર્ભવતી બનતાં લગ્ન કરવાનો ઈનકાર કર્યો. વધુમાં, ઓનલાઈન ગેમમાં આશરે 60 લાખ રૂપિયા હારી જતાં આરોપીએ મહિલાને આર્થિક મદદ માટે મનાવી હતી. નોકરી મળ્યા બાદ તમામ રૂપિયા પરત આપવાની ખાતરી આપીને તેણે મહિલા પાસેથી કુલ 14.30 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. મહિલાએ આ રકમની વ્યવસ્થા કરવા પોતાનો પ્લોટ અને સોનાનો હાર પણ ગીરવે મૂક્યો હતો. અંતે છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો. ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.