અમદાવાદ: રાણીપમાં પત્નીના ત્રાસથી કંટાળીને યુવાને કરી આત્મહત્યા, આપઘાત પહેલા બનાવ્યો વીડિયો
છેલ્લા ઘણા સમયથી સભ્ય સમાજમાં રહેલા વિવિધ સંબંધોમાં તિરાડ આવતા

છેલ્લા ઘણા સમયથી સભ્ય સમાજમાં રહેલા વિવિધ સંબંધોમાં તિરાડ આવતા અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પત્ની વાંરવાર શંકા વ્યક્ત કરતી
યુવાનને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની પત્ની વાંરવાર શંકા વ્યક્ત કરતી હતી. આ કારણે ઘરમાં ઝઘડાનું પ્રમાણ વધી ગયું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: બાળકોમાં સ્માર્ટ ફોનનું વળગણ વધતા સ્કૂલોમાં મૂકાશે પ્રતિબંધ, જાણો શું છે કારણ
પત્નીએ કહ્યું કે જા હાલને હાલ મરી જા
પત્નીના શંકાશીલ સ્વભાવને કારણે યુવાનનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. પત્નીએ યુવાનને કહ્યું કે તું હાલને હાલ મરી જા, આત્મહત્યા કરતા પહેલા યુવાને પોતાના મિત્રને વીડિયો રેકોર્ડિંગ કરીને મોકલ્યું હતું. તો બીજી તરફ રાણીપ પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.






