અમદાવાદ: બાળકોમાં સ્માર્ટ ફોનનું વળગણ વધતા સ્કૂલોમાં મૂકાશે પ્રતિબંધ, જાણો શું છે કારણ

રાજ્યમાં હાલ સ્કૂલોમાં ધોરણ-1થી12ના બાળકોને મોબાઈલ લઈ જવા પ્રતિબંધ છે અને કોલેજોમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ જઈ શકે છે, પરંતુ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ ફોન ચાલું રાખવા પર મંજૂરી નથી. આ ઉપરાંત સ્કૂલોમાં શિક્ષકો માટે ચાલુ ક્લાસે વાપરવા પર પણ પ્રતિબંધ છે. સ્કૂલોમાં બાળકો મોબાઈલ લઈ જતા નથી, પરંતુ કોરોનામાં ઓનલાઈન શિક્ષણ સ્કૂલોમાં થતા બાળકોમાં સ્માર્ટફોનનું એડિક્શન ખૂબજ વધી ગયું છે, અને પ્રી પ્રાયમરીથી લઈને ધોરણ-8 સુધીના બાળકોમાં પણ સોશિયલ મીડિયાનું એડિકશન જોવા મળી રહ્યું છે.
સ્કૂલોમાં બાળકો મોબાઈલ લઈને જતા હોય છે
હાલ નિયમ છે પરંતુ તેમ છતાં સ્કૂલોમાં બાળકો મોબાઈલ લઈને જતા હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા આ બાબતે એક એડવાઈઝરી તૈયાર કરવાનું નક્કી કરાયું છે, અને જેમાં આ માટેના પણ કડક નિયમો બનાવાશે.
ચિલ્ડ્રન યુનિના કુલપતિ સાથે મીટિંગ કરી
સરકારે શિક્ષણના અધિકારીઓથી માંડી સાયકોલોજીસ્ટ તેમજ ચિલ્ડ્રન યુનિના કુલપતિ સાથે મીટિંગ કરી હતી.જેમાં તમામ અધિકારીઓને બેથી ત્રણ દિવસમાં સૂચનો આપવામાં જણાવાયું છે. એડવાઈઝરીમાં સ્કૂલના શિક્ષકો-સ્ટાફથી માંડી વાલીઓને પણ સામેલ કરાશે.
આ પણ વાંચો: રાજકોટમાંથી ઝડપાઈ નકલી બીડી બનાવતી ફેક્ટરી, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર્સ અને સિમ્બોલ જપ્ત
સોશિયલ મીડિયા-સ્માર્ટફોનથી દૂર રાખવા તેના નિયમો નક્કી થશે
એડવાઈઝરીમાં સ્કૂલોના શિક્ષકો-સ્ટાફથી માંડી વાલીઓને પણ સામેલ કરાશે અને સ્કૂલોએ કઈ પીતે વાલીઓને સાથે રાખી મીટિંગો યોજી અને બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટફોનથી દૂર રાખવા તેના નિયમો નક્કી થશે. આ ઉપરાંત સ્કૂલોના ટીચિંગ અવર્સ, હોમવર્ક, ઓનલાઈન શિક્ષણ, હાલની શિક્ષમ પદ્ધતિ સહિતના તમામ મુદ્દાઓને આવરી લેવાશે. જ્યારે ચિલ્ડ્રન યુનિ.ના કુલપતિના જણાવ્યા મુજબ બાળકોમાં વધી રહેલું સ્માર્ટફોન-સોશિયલ મીડિયાનું એડિકશન-વળગણ દૂર કરવું જરૂરી છે અને જે માટે યુનિ દ્વારા ફાયદા અને નુકશાન બન્ને મુદ્દાઓ પર રિસર્ચ કરી એક રિપોર્ટ સરકરાને આપવામાં આવશે.

