Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Fake bidi manufacturing factory busted in Rajkot

રાજકોટમાંથી ઝડપાઈ નકલી બીડી બનાવતી ફેક્ટરી, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર્સ અને સિમ્બોલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2025
લાઇવ ટીવીGoogle News
રાજકોટમાંથી ઝડપાઈ નકલી બીડી બનાવતી ફેક્ટરી, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર્સ અને સિમ્બોલ જપ્ત

રાજ્યમાંથી નકલીની તો બોલ બાલા વધી રહી છે. ખાદ્યપદાર્થ, તમાકું, પાણી, દૂધ વગેરે નકલી વસ્તુઓ સતત ઝડપાતી રહેતી હોય છે. ત્યારે રાજકોટમાંથી નકલી બીડી બનાવવાનું કારખાનું ઝડપાયું છે.

App Store

SOGની ટીમે બજરંગ વાળી શેરીનં 13માં દરોડા પાડ્યા

મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ SOGને બાતમી મળી હતી કે શહેરની બજરંગ વાળી શેરીમાં મકાન નંબર 13માં નકલી બીડીનું કારખાનું ધમધમી રહ્યું છે. રાજકોટ SOGની ટીમે બજરંગ વાળી શેરીનં 13માં દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો: ભાવનગર: નકલી બિલો રજૂ કરી સરકાર સાથે કરોડોની છેતરપિંડી, બેન્ક મેનેજર સહિત 28 સામે ફરિયાદ

અલગ-અલગ રંગની બીડીઓનો જથ્થો, વિવિધ કંપનીઓના સિમ્બોલ ઝડપાયા

રહેમત વાળા મકાનમાંથી અલગ-અલગ રંગની બીડીઓનો જથ્થો, વિવિધ કંપનીઓના સિમ્બોલ, કંપનીઓના સ્ટીકર્સ, હજારો લિટર ગુંદર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો બીજી તરફ બીડીમાં વપરાતા તમાકુંનો પણ અલગ જથ્થો જપ્ત કર્યો હતો. આ મુદ્દામાલ દબોચીને SOGની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે.