Gujaratમાં માર્ગ અકસ્માતમાં 27%નો ઉછાળો: 8 મહિનામાં જ 1.45 લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત, અમદાવાદ મોખરે

ગુજરાતમાં રોડ એક્સિડન્ટના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ એમ 8 મહિનામાં રોડ એક્સિડન્ટમાં 1.45 લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેની સરખામણીએ ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન રોડ એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થનારા 1.14 લાખ હતા. ગયા વર્ષની સરખામણીએ રોડ એક્સિડન્ટથી ઈજાના કેસમાં 27 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં રોડ એક્સિડન્ટનું આ પ્રમાણ યથાવત્ રહ્યું તો આ વર્ષના અંત સુધીમાં આંક 2.19 લાખ કેસ સુધી પહોંચી શકે છે.
અકસ્માતના મોટાભાગના કેસમાં ઓવરસપીડ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ મુખ્ય પરિબળ
રાજ્યમાં સૌથી વધુ રોડ એક્સિડન્ટથી ઈજાના સૌથી વધુ કેસ નોંધાતા હોય તેમાં અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદમાં ગયા વર્ષે પહેલા 8 મહિનામાં 18.541 જ્યારે આ વર્ષે 21,995 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં રોડ એક્સિડન્ટથી થતી ઈજાના કેસમાં 18.63 ટકાનો વધારો થયો છે. અમદાવાદના રોડમાં હાલ દરરોજ સરેરાશ 90 લોકો માર્ગ અકસ્માતમાં ઘવાતા ઈમરજન્સી સેવા 108ની મદદ લે છે.
રોડ એક્સિડન્ટથી ઈજાના સૌથી વધુ કેસમાં સુરત 14503 સાથે બીજા, વડોદરા 8883 સાથે ત્રીજા, રાજકોટ 7145 સાથે ચોથા અને વલસાડ 5113 સાથે પાંચમાં સ્થાને છે. ગયા વર્ષના પહેલા 8 મહિનાની સરખામણીએ આ વખતે દેવભૂમિ દ્વારકામાં રોડ એક્સિડન્ટથી થતી ઈજાના કેસના પ્રમાણમાં વધારો થયો છે.
ગુજરાતમાં 3 વર્ષમાં રોડ એક્સિડન્ટથી ઈજાના કેસભૌગોલિક નકશા તપાસો
•વર્ષ 2024 - 1,65,065 કેસ
•વર્ષ 2025 - 1,78,975 કેસ
•વર્ષ 2026 - 1,45,240 કેસ
દ્વારકામાં ગયા વર્ષના 986 સામે આ વર્ષે 1,632 કેસ નોંધાયા છે. આમ, 65.52 ટકાનો વધારો નોંધાયો છે. જાણકારોના મતે, અકસ્માતના મોટાભાગના કેસમાં ઓવરસપીડ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ જવાબદાર પરિબળ હોય છે.

