મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન ૨૦૨૭ની તૈયારીઓ કરી શરૂ

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન ૨૦૨૭ની તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં બૂથ સંગઠન

તસવીર: gstv

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન ૨૦૨૭ની તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં બૂથ સંગઠન નિર્માણ અભિયાન શરૂ કરી ૨,૪૦૦થી વધુ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આગામી સમયમાં અમદાવાદ ખાતે તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોના પ્રભારીઓ અને સંગઠન મંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠક પ્રદેશ પ્રભારી ગોપાલ રાયના માર્ગદર્શન અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં ગોપાલ ઈટાલિયા, મનોજ સોરઠિયા અને પ્રવીણ રામ સહિતના શીર્ષ નેતાઓ ઉપસ્થિત રહી પક્ષના સંગઠનને ગ્રામીણ અને છેવાડાના સ્તર સુધી વધુ મજબૂત બનાવવાની રણનીતિ પર મંથન કરશે.

આ સમાચાર શેર કરો