ITના દરોડા: ટ્રોગોન, રાધે અને ધરતી સાંકેત ગ્રૂપ પાસેથી 10 કરોડની રોકડ મળી, બેન્કના 15 લોકર સીલ

અમદાવાદ, મહેસાણા, મોરબીમાં બિલ્ડર્સ પર IT વિભાગના દરોડા પડ્યા હતા. આ દરોડા દરમ્યાન જાણિતા ટ્રોગોન, રાધે અને ધરતી સાંકેત ગ્રૂપ પાસેથી 10 કરોડની રોકડ મળી આવી હતી. તો બીજી તરફ IT વિભાગે 15 લોકર સીલ માર્યા હતા. IT વિભાગે 40 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
રોકડ, જ્વેલરી, બોગસ લોન અને એકોમોડેશનની સંખ્યાબંધ એન્ટ્રીઓ મળી
IT વિભાગના દરોડા દરમ્યાન રોકડ, જ્વેલરી, બોગસ લોન અને એકોમોડેશનની સંખ્યાબંધ એન્ટ્રીઓ મળી આવી હતી. મોટા પ્રમાણમાં જવેરાત પણ મળ્યા હતા.
જમીનના સોદાઓ અંગેના દસ્તાવેજો પણ કરાયા જપ્ત
જમીનના સોદાઓ અંગેના દસ્તાવેજો પણ હાથ લાગ્યા હોવાનું આવકવેરા ખાતાના સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે. આ દસ્તાવેજોમાં દર્શાવવામાં આવેલી કિંમત અને વાસ્તવમાં નાણાંની થયેલી લેવડદેવડ વચ્ચે મોટી રકમનો તફાવત હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ, મહેસાણા, મોરબી હિંમતનગરમાં સક્રિય બિલ્ડર લોબીના ભાગીદારોના રહેઠાણ, કોમર્શિયલ પ્રોપર્ટી કે જમીનના વેચાણના સોદામાં મોટી રકમ રોકડામાંજ લેવડ દેવડ થઈ હોવાનું સામે આવ્યું છે. આ દરોડા દરમ્યાન વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: BZ જેવું બીજું કૌભાંડ : એકના ડબલ લેવાની લાલચમાં ધ્રાંગધ્રાના મેથાણ ગામના અનેક લોકો છેતરાયા
મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, રાધે ગ્રૂપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં દરોડા પાડવમાં આવ્યા હતા.
24થી વધુ ઠેકાણે આઈટીના દરોડા
તાજેતરના અહેવાલો અનુસાર, રાધે ગ્રૂપ સાથે સંકળાયેલા લગભગ 24 થી વધુ ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. ગુજરાતમાં ખાસ કરીને તો મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસનો આ ધમધમાટ ચાલી રહ્યો છે.

