અમદાવાદ 56 વર્ષ પછી બનશે કાર્બન ફ્રી સિટી? જાણો AMC કઈ રીતે ઉભા કરશે 4.40 લાખ કરોડ
અમદાવાદ મ્યુનિ.ને સરકાર તરફથી એર કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે રુપિયા 500 કરોડ ગ્રાન્

અમદાવાદ મ્યુનિ.ને સરકાર તરફથી એર કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે રુપિયા 500 કરોડ ગ્રાન્ટ પેટે આપવામાં આવ્યા છે.આ રકમ કયાં વપરાઈ એનો તંત્ર કે સત્તાધીશો હિસાબ આપી શકતા નથી. બીજી તરફ 56 વર્ષ પછી એટલે કે વર્ષ-2070માં શહેરને કાર્બન ફ્રી સિટી બનાવવાના નામે સત્તાધીશો તરફથી નવું તિકડમ ઉભુ કરવામાં આવ્યુ છે. શહેરને કાર્બન ફ્રી બનાવવા ગ્રીન સ્પેસમાં વધારો કરવા, નવી ઈલેકટ્રીક બસ મુકવા, ઈલેકટ્રીક ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત સોલાર સીટી બનાવવા તરફ અગ્રેસર બનાવવા રુપિયા 4.40 લાખ કરોડ ઉભા કરવા મ્યુનિ.મિલકતો અને પ્લોટોના ડેવલપમેન્ટ રાઈટસ ખાનગી ડેવલપર્સને વેચી નાણાં ઉભા કરાશે.
શહેરની ગ્રીન સ્પેસમાં વધારો કરવા, નવી ઈલેકટ્રીક બસ મૂકવા, સોલાર સિટી બનાવવા જેવા આયોજન કરાશે
વાર્ષિક રુપિયા 12 હજાર કરોડથી વધુના બજેટ ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે શહેરના પર્યાવરણને સુધારવા માટેના કામ કરવા પુરતુ ફંડ નથી. કારણથી શહેરને કાર્બન ફ્રી બનાવવા માટે નાણાંકિય ફંડ-2024નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં હાલમાં અલગ અલગ સ્તરે 283 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ આવેલી છે.
આ પ્રકારની બાકી પડી રહેલી બેલેન્સ એફ.એસ.આઈ.ને ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઈટસમાં રુપાંતરીત કરીને ખાનગી ડેવલપર્સને વેચી નાણાંકિય ભંડોળ ઉભુ કરવામાં આવશે.મ્યુનિ.તંત્રને શહેરની અલગ અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમ પૈકી કુલ 2111 પ્લોટ અંદાજે 87 હજાર ચોરસ મીટરથી વઘુ ક્ષેત્રફળ ધરાવતા સોશિયલ ઈન્ફ્રાસ્ટકચર માટે મળેલા છે.
દર વર્ષે એક હજાર કરોડના ટી.ડી.આર.ઉભા કરાશે
મ્યુનિ.તંત્ર દ્વારા નાણાંકિય ભંડોળ ઉભુ કરવા મ્યુનિસિપલ કમિશનર,ડેપ્યુટી મ્યુનિ.કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,ટાઉન પ્લાનિંગ ચેરમેન, ઔડા ચેરમેન, ઉપરાંત ચીફ સીટી પ્લાનર સહિતના અધિકારીઓની એક કમિટી બનાવાશે. દર વર્ષે એક હજાર કરોડની મર્યાદામાં ટી.ડી.આર.ઉભા કરવામા આવશે. દર વર્ષના ફંડને પર્યાવરણ લક્ષી સુધારા સંબંધિત કામગીરી પાંચ વર્ષની સમય મર્યાદામા વાપરી નાંખવાનુ રહેશે.








