અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે સાંજે આવશે અમદાવાદ, આવતીકાલે કરશે ઉતરાયણની ઉજવણી
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે સાંજે અમદાવાદ આવશે. 1

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે સાંજે અમદાવાદ આવશે. 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભામાં થલતેજ, ન્યુ રાણીપ અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
14 થી 16 જાન્યુઆરી દરમ્યાન ગૃહમંત્રી ગુજરાતમાં રહેશે
14 થી 16 જાન્યુઆરી દરમ્યાન ગૃહમંત્રી ગુજરાતમાં રહેશે. 14 તારીખે સવારે થલતેજમાં કાર્યકર્તાના ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ઉજવણી બાદ ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસના વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની રેસમાં 5 નામ સૌથી વધુ ચર્ચામાં, ઉતરાયણ પછી થઈ શકે છે જાહેરાત
પ્રેરણા સંકુલનું ઉદઘાટન કરશે
સાંજે ન્યુ રાણીપ આર્ય વિલા ફ્લેટ અને સાબરમતીમાં અર્હમ ફ્લેટ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરશે. 15 તારીખે કલોલ, માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. 16 તારીખે વડનગરમાં પી. એમ. મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમાન માટે ગરબાની થીમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમાન માટે ગરબાની થીમ રાખવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે તૈયારીના ભાગરૂપે નાના બાળકોથી લઈ વડીલો દીકરીઓ તમામ અલગ અલગ ડ્રેસ કોડ સાથે ૫૦ દીકરીઓ ઘડા લઈને કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કરશે.






