મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ / આવતીકાલે યોજાશે ‘સદા સર્વદા કવિતા’નું 91મું પર્વ, જાણીતા કવિઓ કરાવશે રસાસ્વાદ

આવતી કાલે શહેરમાં યોજાશે કાવ્યપર્વ: છેલ્લા

અમદાવાદ / આવતીકાલે યોજાશે ‘સદા સર્વદા કવિતા’નું  91મું પર્વ, જાણીતા કવિઓ કરાવશે રસાસ્વાદ

આવતી કાલે શહેરમાં યોજાશે કાવ્યપર્વ: છેલ્લા 9 વર્ષથી ચાલતી કવિતાની નિરંતર પ્રવૃત્તિ "સદા સર્વદા કવિતા"નું 91મું પર્વ આવતીકાલે સાંજે 06:00 કલાકે યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતી ભાષામાં જાણીતા કવિઓ મુકેશ જોશી અને રાજેશ હીંગુ કાવ્યપાઠ કરશે. ઉપરાંત જાણીતા કવિ યોગેશ જોશી પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરશે અને કવિ હર્ષદ ત્રિવેદી યોગેશ ત્રિવેદીના ગદ્યપ્રદાન વિશે વાત કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કવિ તેજસ દવે કરશે.

07 એપ્રિલ, રવિવાર

સાંજે 06:00 કલાકે

સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ.

આ સમાચાર શેર કરો