અમદાવાદ: તંદુર હોટલમાં યુવતીની પ્રેમ પ્રકરણમાં હત્યાની પોલીસને આશંકા, મૃતકની સાથે આવેલો યુવાન ગાયબ
અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી 23 વર્ષની મહિલાનો મૃતદેહ હાંસોલ ચોકી

અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી 23 વર્ષની મહિલાનો મૃતદેહ હાંસોલ ચોકી સામે આવેલી હોટેલમાંથી મળી આવ્યો હતો. હાલ, મહિલાની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. એરપોર્ટ પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વઘુ તપાસ શરુ કરી છે.
નસરીન અને ચિંતને હોટલમાં 5 કલાક માટે રૂમ રાખ્યો
અમદાવાદના એરપોર્ટ રોડ પાસે આવેલી તંદુર પેલેસ હોટેલમાં હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે..ત્યારે તપાસમાં સામે આવ્યુ છે કે મૃતક યુવતી નસરીન સાથે તેનો મિત્ર ચિંતન વાઘેલા હોટલમાં આવ્યો હતો.નસરીન અને ચિંતને હોટલમાં 5 કલાક માટે રૂમ રાખ્યો હતો.
પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા
ચિંતન પરત આવાનું કહીને આવ્યો ન હતો.તેમજ સામે આવ્યુ કે મૃતક યુવતી નસરીન અને ચિંતન એક જગ્યાએ સાથે નોકરી કરે છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે.આ મામલે હવે એરપોર્ટ પોલીસે દ્વારા ચિંતન શોધખોળ શરૂ કરવામા આવી છે.
ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી મહિલા
મૂળ ઉત્તર પ્રદેશના કાજીપુર સંત કબીર નગરની રહેવાસી અને હાલ રામોલ મદની રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોજ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂટ કોર્ટમાં નોકરી કરતી હતી. રવિવારે (16 માર્ચ) બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાંસોલ ચોકી સામે હોટેલ તંદુરના રૂમમાંથી તેની લાશ મળી હોવાની જાણ થઈ હતી.
પોલીસે હાથ ધરી તપાસ
આ બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટેલ ઉપર પહોંચી ગયા હતા અને હોટેલના સીસીટીવી ફૂટેજ અને FSLની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક મહિલાના ગળા ઉપર નિશાન મળી આવ્યા હતા જેને લઇને હત્યાની શંકા સેવાઇ રહી છે. પોલીસે હાલ તે દિશમાં તપાસ હાથ ઘરી છે.








