અમદાવાદના શાળા સંચાલકો સરકારથી નારાજ, લખ્યો શિક્ષણમંત્રીને પત્ર
અમદાવાદમાં શાળાઓમાં ફી વધારાને લઇ FRC દ્વારા માંગવામાં આવતા ડોક્યુમેન્ટ્સને લઈને શાળા સંચાલકોએ

અમદાવાદમાં શાળાઓમાં ફી વધારાને લઇ FRC દ્વારા માંગવામાં આવતા ડોક્યુમેન્ટ્સને લઈને શાળા સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેને લઈને ગુજરાત શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. તેમનો આક્ષેપ છે કે જુદી જુદી જાતના બિનજરૂરી ડોક્યુમેન્ટ્સ માંગી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવે છે.
આ પણ વાંચો :
રાજ્યમાં ચાર ઝોનમાં જુદા જુદા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે જેને કારણે સંચાલકો મુંઝવણમાં મુકાય છે અને પ્રક્રિયામાં વિલંબ આવે છે. અત્યાર સુધી 11 ચેકલીસ્ટમાં 200 પેજના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી.આ ડોક્યુમેન્ટ્સમાં હાલ ગયા વર્ષનો ફીનો હુકમ, ગયા વર્ષનો ઓડિટ CA મેમો, ચાલુ વર્ષનું શાળાનું બજેટ અને ફાયર NOC ડોક્યુમેન્ટ ફરજીયાત કરવા રજૂઆત કરવામાં આવી.






