મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં સતત બ

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. આજે સાંજે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. આ ઉપરાંત રાજકોટમાં અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે આજે સવારે ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, શિવરજંની, ન્યુ રાણીપ, ગોતા, સેટેલાઈટ, બોપલ, ચાંદખેડા, જગતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. આજે 24 કલાકમાં રાજ્યના ઘણાં તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી રાત્રે વરસાદ પડવાના કારણે રાત્રિના સમયે ઠંડકનું વાતાવરણ જોવા મળે છે. દિવસ દરમિયાન 42 ડિગ્રીની આસપાસ ગરમી હોય છે જેના કારણે લોકોને બફારાનો સામનો કરવો પડે છે પરંતુ રાત્રે વરસાદી માહોલ સર્જાય છે જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાય છે. 

રાજકોટના અનેક વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાના મવા અને મવડી સહિતના વિસ્તારમાં ધીમેધારે વરસાદ વરસી રહ્યો હતો. આજે વરસાદના શ્રીગણેશ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે.

હવામાન વિભાગે કરી વરસાદની વકી

14 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ આગાહી કરવામાં આવી છે.  આ સિવાય  15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે.​​​​​ તેમજ 16 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો