મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પોલીસ 481 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરશે, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં કાર્યવાહી

અમદાવાદમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ગુનામાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદમાં ચાલી રહેલી વાહનચેકિંગ

અમદાવાદ: પોલીસ 481 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરશે, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં કાર્યવાહી

અમદાવાદમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ગુનામાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદમાં ચાલી રહેલી વાહનચેકિંગ અને કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે અનેક ગુના નોંધ્યા છે. અમદાવાદ શહેર પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસ અંગે સૌથી મોટી કાર્યવાહી કરીને 481 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે.

9 દિવસમાં અનેક વાહનચાલકો સામે કાર્યવાહી

અમદાવાદ પોલીસ દ્વારા ડ્રન્ક એન્ડ ડ્રાઇવ કોમ્બિંગ દરમિયાન 9 દિવસમાં જ અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે પોલીસે વાહનચાલકોના લાયસન્સની વિગતો RTOમાં મોકલી આપી છે.

એક અઠવાડિયામાં એક હજારથી વધુ ગુના નોંધાયા

25 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન પોલીસે અમદાવાદમાં કોમ્બિંગ અને વાહનચેકિંગની ડ્રાઇવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવના એક હજારથી વધારે ગુના નોંધીને વાહન જપ્ત કર્યા હતા. જે પૈકી 491 વાહનચાલકો પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ હતા અને બાકીના અન્ય વાહનચાલકો લાઈસન્સ વિના વાહન ચલાવતા હતા. અમદાવાદ પોલીસે 481 ડ્રાઇવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. જે માટે ટ્રાફિક વિભાગ જરૂરી કામગીરી પૂર્ણ કરીને RTOને ડેટા આપશે. ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ગુનામાં સૌથી આકરી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર જીએસ મલિકે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના પણ આપી છે.

આ પણ વાંચો: વડોદરા: સગીરાની છેડતી કરનાર 2 આરોપીને કોર્ટે ફટકારી 7 વર્ષની આકરી સજા

આઠ દિવસમાં પોલીસે 73 લાખનો દંડ વસુલ્યો

ઉલ્લેખનીય છે કે પોલીસ આઠ દિવસની પોલીસ ડ્રાઇવ દરમિયાન 1.07 લાખ વાહન તપાસીને 9862 ગુના નોંધીને 73 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. આ ગુનાઓમાં કૂલ 4689 વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે એક હજારથી વધારે કેસ બ્લેક ફિલ્મ અને વાંધાજનક નંબર પ્લેટના હતા. આગામી દિવસોમાં પણ પોલીસની ડ્રાઇવ સમગ્ર શહેરમાં ચાલુ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી છે અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો