મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: અમદાવાદ પોલીસે વર્ષ 2025માં 1107 ગુનેગારોને પાસા હેઠળ જેલ ભેગા અને 258ને તડીપાર કર્યા

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે તે માટે વર્ષ

Ahmedabad news: અમદાવાદ પોલીસે વર્ષ 2025માં 1107 ગુનેગારોને પાસા હેઠળ જેલ ભેગા અને 258ને તડીપાર કર્યા

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે તે માટે વર્ષ 2025 દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસેમ સખ્ત અને અસરકાર કાર્યવાહી કરી છે. પાસા, તડીપાર અને ફરાર આરોપીઓની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા છે. આ કાર્યવાહીથી શહેરમાં ગુનાખોરી પર મોટો અંકુશ આવ્યો હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

 258 ગુનેગારોને તડીપાર કરી શહેર બહાર હંકારવામાં આવ્યા

અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને અમદાવાદ પોલીસ કમિશનરે વર્ષ 2025માં શરીર સંબંધિત, મિલ્કત સંબંધિત, દારૂ તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કુલ 1107 ગુનેગારોને પાસા હેઠળ લઈ રાજ્યની વિવિધ જેલોમાં મોકલ્યા છે. સાથે સાથે શહેરની શાંતિ અને સલામતી માટે 258 ગુનેગારોને તડીપાર કરી શહેર બહાર હંકારવામાં આવ્યા છે, જેના પરિણામે અનેક ગંભીર ગુનાઓ બનતા અટક્યા છે.

દારૂ અને જુગાર જેવી સામાજિક બદી સામે પણ પીસીબી વિભાગે આક્રમક કાર્યવાહી કરી

દારૂ અને જુગાર જેવી સામાજિક બદી સામે પણ પીસીબી વિભાગે આક્રમક કાર્યવાહી કરી છે. વર્ષ 2025 દરમિયાન દારૂના કુલ 400 કેસ દાખલ કરી 407 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી રૂ. 5 કરોડ 74 લાખ 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઉપરાંત જુગારના 70 કેસ નોંધાઈ 245 જુગારીઓને પકડી, રૂ. 6 કરોડ 57 લાખ 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર આગામી સમયમાં પણ શહેરની શાંતિને ડહોળી શકે એવા ગુનેગારો સામે વધુ કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે.નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા, ટેક્નોલોજી આધારિત સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ સિસ્ટમનો વધુ અસરકારક ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો