અમદાવાદ પોલીસે આરોપીઓ સાથે કરી બેઠક, ફરી ગુનાહિત પ્રવૃત્તિ ન કરવાની આપી સૂચના
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવા

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ પોલીસે અનોખો પ્રયોગ કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસે આરોપીઓ સાથે બેઠક કરી હતી.
અમદાવાદ પોલીસે આરોપીઓને આપી સખ્ત સૂચના
મળતા અહેવાલ પ્રમાણે શહેરમાં વધતી ગુનાખોરી પર કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ઝોન 1 પોલીસે દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: VIDEO: 'હે માડી! ધ્યાન રાખજે, ચોરની વાદે ચણા ઉપાડવા ચડ્યો છું',બુટલેગરની પ્રાર્થનાથી પોલીસ હરકતમાં!
જેમાં જુના ગુનામાં જેલ ભોગવી ચુકેલા અને જામીન પર મુક્ત થયેલા આરોપીઓને ફરી ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા કડક સૂચના આપવામા આવી હતી.






