મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોલીસ વાનમાં બિયર પીતા આરોપીના વાઈરલ વીડિયો મામલે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા

Ahmedabad police clarified viral video of drinking beer in the police van | અમદાવાદ શહેરમાં પીસીઆરમાં આરોપી બિયર પી રહ્યો છે તેવો વિડિયો વાયરલ થયેલ તે અંગે ત

પોલીસ વાનમાં બિયર પીતા આરોપીના વાઈરલ વીડિયો મામલે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા

અમદાવાદ શહેરમાં પીસીઆરમાં આરોપી બિયર પી રહ્યો છે તેવો વિડિયો વાયરલ થયેલ તે અંગે તપાસ કરતા આ વિડીયો અમદાવાદ શહેરનો હોવાનું  જણાઈ આવેલ નથી.અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાય તે હેતુસર આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

આ વિડીયો અમદાવાદ શહેરનો હોવાનું જણાઈ આવેલ નથી - પોલીસ

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ પોલીસની પીસીઆર વાનમાં બિન્દાસ આરોપી બિયર પી રહ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો છે. જે બાદ આ વીડિયો સાબરમતી રિવરફ્રન્ટ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે આ વાઈરલ વીડિયો સામે અમદાવાદ પોલીસે તપાસ કરીને સ્પષ્ટતા કરી છે કે,  આ વિડીયો અમદાવાદ શહેરનો હોવાનું  જણાઈ આવેલ નથી.

વાઈરલ વીડિયોમાં આરોપી પોલીસની પીસીઆર વાનમાં બિયર ઢીંચી રહ્યો છે

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક આરોપી પોલીસની પીસીઆર વાનમાં કોઈ રોકટોક વગર બિયર ઢીંચી રહ્યો છે. આરોપીના હાથમાં એક ટિન હતું અને બીજું તે પી રહ્યો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે અમદાવાદ પોલીસે વાઈરલ થયેલા વીડિયો અંગે ખુલાસો કર્યો છે.

આ સમાચાર શેર કરો