VIDEO : વીડિયો વાયરલ કરી યુવતીએ અમદાવાદ પોલીસ વિશે ફેલાવી ખોટી માહિતી, પોલીસે કરી સ્પષ્ટતા
AHMEDABAD NEWS: આયેશા ગલેરિયા નામની યુવતીએ વીડિયો વાયરલ કરી અમદાવાદ પોલીસ પર આક્ષેપ કર્યા

AHMEDABAD NEWS: આયેશા ગલેરિયા નામની યુવતીએ વીડિયો વાયરલ કરી અમદાવાદ પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે તેની સાથે બનેલઈ અકસ્માતની ઘટના અંગે પોલીસ તેની FIR નથી નોંધી રહી. આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પેલ્ટફોર્મ એક્સ પર એક સત્તાવાર હકીકત જાહેર કરી છે, પહેલા જુઓ આ આયેશા ગલેરિયા નામની યુવતીએ પોલીસ પર શું આક્ષેપ કર્યા હતા :
યુવતીનો વિડીયો વાયરલ થયા બાદ એમ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસીપી એ.બી.વાળંદે પણ આ મામલે મીડિયા સમક્ષ સમગ્ર હકીકત જાહેર કરી છે, જુઓ તેમણે શું કહ્યું :
આ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમદાવાદ પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરીને યુવતીના આક્ષેપોને નકાર્યા હતા. અર્થાત આ યુવતી ખોટી બોલી રહી છે અને અમદાવાદ પોલીસ વિરુદ્ધ અસત્ય માહિતી ફેલાવી રહી છે.
હકીકત મુજબ 14 જુલાઈના દિવસે સાંજે 4:20 વાગ્યે એસ.જી.હાઈવે પર આયેશા ગલેરિયાએ પોતાની કુશાક સ્કોડા ગાડી પુરઝડપે, બેદરકારી રીતે ચલાવી સિધ્ધરાજસિંહ મકવાણા જે તેની પત્નિ અને દીકરી સાથે જઈ રહેલ તેમની મારૂતિ બલેનો ગાડી સાથે અથડાવીને ગાડીને નુકસાન કરતા સિધ્ધરાજસિંહ મકવાણા દ્વારા આયેશા ગલેરિયા વિરુધ્ધ એસ.જી. હાઈવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આ મહિલા દ્વારા અકસ્માત કર્યા બાદ બનાવ સ્થળેથી આગળ જઈ પોતાની ગાડી ઊભી રાખી તેના ભાઈ ફૈસલ ગલેરિયાને બોલાવી ફરિયાદી સિધ્ધરાજસિંહ મકવાણા સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી, બોલાચાલી કરેલ તેમજ તેના ભાઈ ફૈસલે સિધ્ધરાજસિંહ મકવાણાને થપ્પડ મારેલ. જેથી પોલીસ દ્વારા બન્ને પક્ષોને સરખેજ પો.સ્ટે. લઈ જઈ બન્નેની રજુઆતો ધ્યાને લઈ ક્રોસ ફરિયાદ લેવાનું ચાલુ કરતાં, આયેશાએ તેઓના વકીલને બોલાવી તેમની સલાહ મુજબ સામેના પક્ષના સિધ્ધરાજસિંહ મકવાણા વિરુધ્ધ દાખલ કરવાની ફરિયાદમાં સહી કરેલ નહી.
પોલીસ દ્વારા તેમને ફરિયાદ વાંચી સહી કરવાનું જણાવતા આયેશા ગૅલેરીયા નારાજ થઈ ત્યાંથી ચાલી ગયેલી. ત્યારબાદ 16 જુલાઈના રોજ ફરીથી પોલીસ દ્વારા તેમને ટેલિફોનથી સંપર્ક કરતા તેમણે યોગ્ય જવાબ આપ્યો ન હતો.
આમ, ઉપરોક્ત આયેશા ગલેરિયા દ્વારા વાયરલ કરાયેલ વિડીયો બાબતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજબી કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમની અને તેમણે જેમની સાથે અકસ્માત કરેલ તે સિધ્ધરાજસિંહ મકવાણા એમ બન્નેની રજુઆતો ધ્યાને લઈ પોલીસ અમદાવાદ શહેર કમિશ્નરે ક્રાઈમ બ્રાન્ચના મહિલા ACPને યોગ્ય ન્યાયિક રીતે તપાસ થાય તે માટે સુચના આપી છે.
વધુમાં ઉપરોક્ત આયેશા ગલેરિયા અને તેના ભાઈ ફૈસલ વિરુધ્ધ એક મહિલાની ફરિયાદને આધારે અગાઉ બેફામ રીતે ગાડી ચલાવી, ગાળાગાળી કરી ધમકી આપી, મારામારી કરવા અંગેનો ગુનો આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી તેઓ બન્નેની અટકાયત કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ શહેર પોલીસ દ્વારા ચાર્જશીટ પણ કરવામાં આવેલી છે.








