મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પ્રતિબંધ છતાં ભારે વાહનો પરમિટ વગર કેમ દોડી રહ્યા છે? હાઈકોર્ટ ક્યાં સુધી હસ્તક્ષેપ કરશે

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગ અને ફ

Ahmedabad news: પ્રતિબંધ છતાં ભારે વાહનો પરમિટ વગર કેમ દોડી રહ્યા છે? હાઈકોર્ટ ક્યાં સુધી હસ્તક્ષેપ કરશે

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગ અને ફુટપાથ પર ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિત થયેલિ કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો વિરુદ્ધની પોલીસ તંત્ર અને સત્તાવાળાઓની કામગીરી પરત્વે અસંતોષ વ્યક્ત કરી તેને હજુ કડક અને અસરકારક બનાવવાનો નિર્દેશ કર્યો હતો.

 આ વિષયોમાં અદાલત કેટલી હદે અને ક્યાં સુધી હસ્તક્ષેપ કરશે?

 હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે આ વિષયોમાં અદાલત કેટલી હદે અને ક્યાં સુધી હસ્તક્ષેપ કરશે? હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓની તેમની વિવેક બુદ્ધિ અને સૂઝબુઝથી નિષ્ઠાપૂર્વક અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા આડકતરો ઈશારો કર્યો હતો.

IIM અને ઈસરો જોવી સંસ્થાઓની મદદ લેવા પણ જણાવ્યું

હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યા માટે IIM અને ઈસરો જોવી સંસ્થાઓની મદદ લેવા પણ જણાવ્યું હતું. હાઈકોર્ટે પોતાનો અનુભવ વર્ણવતાં જણાવ્યું કે રિંગ રોડ પર ભારે વાહનો હજુ પણ જોવા મળી રહ્યા છે, અને શહેરમાં પણ પીક અવર્સ દરમિયાન ખાસ તો તેની અવરજવર બંધ કરાવવા તમને કહ્યું છે, પરંતુ તેની કોઈ અમલવારી જણાતી નથી. રિંગ રોડ પર તમારા પોલીસ અધિકારીઓ ત્યાં ઉભા હતા છતાં તેઓ પાસ-પરમીટ વગર પ્રવેશ કરનારા આવા લોકોને છાવરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો