મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad News: બોપલમાં MICAના વિધાર્થીની હત્યાનો મામલો, આરોપી પોલીસકર્મીને હાઈકોર્ટે કર્યો દંડ

અમદાવાદના બોપલમાં MICAના વિધાર્થીની હત્યાનો મામલો ઘણો ચર્ચામાં રહ્યો હ

Ahmedabad News: બોપલમાં MICAના વિધાર્થીની હત્યાનો મામલો, આરોપી પોલીસકર્મીને હાઈકોર્ટે કર્યો દંડ

અમદાવાદના બોપલમાં MICAના વિધાર્થીની હત્યાનો મામલો ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ મામલે આજે આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે 18 નવેમ્બરના રોજ આરોપી વિરેન્દ્રસિંહની જામીન અરજી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અગાઉ જામીન અરજી કર્યા બાદ આરોપી વિરેન્દ્રસિંહે અરજી પરત ખેંચી હતી.

આ કેસમાં કોઈ બદલાવ ન થયો હોવા છતાં, આરોપીએ ફરી જામીન અરજી કરી હતી. તેથી કોર્ટે અરજી ફગાવી દંડ કર્યો છે. આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયાએ વિધાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી હતી.

આ સમાચાર શેર કરો