મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં કચરાના ઢગલામાં લાગેલી આગે બે કારને ઝપેટમાં લીધી, સફાઈના અભાવે બની ઘટના

વડોદરાના કાલાઘોડા નજીક કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં બે કાર બળીને ખાક થ

વડોદરાના કાલાઘોડા નજીક કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં બે કાર બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

સફાઈના અભાવને આગ લાગી હોવાનું અનુમાન

વડોદરાના કાલાઘોડા નજીક રાજેશ્રી ટોકીઝ પાસે કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નજીક પાર્ક કરેલી બે કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સફાઈના અભાવને આગ લાગી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો