Ahmedabad news: જમાલપુરની ગેરકાયદેસર 9 માળની ઈમારત તૂટશે, હાઈકોર્ટે અરજદારની સ્ટેની માંગ કરતી અરજી ફગાવી
ગુજરાતના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી સના નામની 9 માળની ગેરકાયદેસર ઈમારત ટૂંક સ

ગુજરાતના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી સના નામની 9 માળની ગેરકાયદેસર ઈમારત ટૂંક સમયમાં જ તૂટશે. આ મામલે AMCનો રસ્તો સાફ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે હાઈકોર્ટે ઈમારત પર સ્ટેની માંગ કરતી અરજદારની અરજી ફગાવી દીધી છે.
ગેરકાયદેસર બાંધકામ તોડી પાડની કરાઈ રહ્યા છે રસ્તા પહોળા
ગુજરાતના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી સના નામની 9 માળની ગેરકાયદેસર ઈમારત ટૂંક સમયમાં જ તૂટશે. આ મામલે AMCનો રસ્તો સાફ થયો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે અને લોકો માટે રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે.
AMCએ અનેક નોટિસો આપ્યા બાદ બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ કરી
AMCએ અનેક નોટિસો આપ્યા બાદ બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ કરી હતી, જેની વિરુદ્ધ અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના ચુકાદા બાદ AMC હવે બિલ્ડિંગના બીમ ઉતારવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરશે.






