મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા શહેરના ત્રણ ગાર્ડન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરે

Ahmedabad news: નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા શહેરના ત્રણ ગાર્ડન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી રકમનો ખર્ચ કરી વિવિધ વિસ્તારમાં ગાર્ડન ડેવલપ કરાય છે.આમ છતાં નેતાઓની તારીખ નહીં મળવાના કારણે બાપુનગર, લાલદરવાજા અને કુબેરનગર વિસ્તારમાં ડેવલપ કરાયેલા ગાર્ડન શરૃ થઈ શકયા નથી.કુબેરનગર ગાર્ડનમાં ઝોનના ઈજનેર વિભાગ દ્વારા તકતી લગાવી નહીં હોવાથી,બાપુનગરના ગાર્ડનમાં લાઈટના થાંભલા ચાલુ નહીં થવાથી જયારે સરદારબાગ નેતાઓની તારીખ નહીં મળી શકવાના કારણે લોકો માટે ખુલ્લા મુકી શકાયા નથી.

નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા બગીચાઓ

સ્માર્ટ સિટીના મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં કુબેરનગરમાં પ્લે ગ્રાઉન્ડ અને ગાર્ડનનુ ઓનલાઈન લોકાર્પણ કરી દેવાયા પછી પણ શરુ કરવામાં આવ્યો નથી.રીક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીના કહેવા પ્રમાણે, સરદારબાગ બનીને તૈયાર છે.આ અંગેની જાણ મહાનુભવોને કરી દેવાઈ છે.તેમનો સમય મળશે કે તરત ઉદ્દઘાટન કરી દેવાશે.બાપુનગર પોસ્ટઓફિસ પાસે જે ગાર્ડન બનાવવામા આવ્યો છે. 

લાઈટના થાંભલાના ફીટીંગ કરવાના બાકી 

તમામ કામગીરી પુરી કરી લેવાઈ છે.લાઈટના થાંભલા ઉભા કરી દેવાયા છે.જો કે તેનુ ફીટીંગ કરવાનુ બાકી છે.કુબેરનગર વિસ્તારમાં બનાવવામા આવેલુ પ્લે ગ્રાઉન્ડ છે.જેમાં ગાર્ડન વિભાગ દ્વારા ગાર્ડનીંગ કરાયુ છે.તમામ કામગીરી પુરી થઈ ગઈ છે.તેનુ લોકાર્પણ પણ ઓનલાઈન કરી દેવાયુ છે.ઝોનના ઈજનેર વિભાગ દ્વારા તકતી લગાવવાની બાકી છે.જે પુરી થયેથી ઉદ્દઘાટન કરાશે.લાલદરવાજા વિસ્તારમાં આવેલા સરદારબાગનુ યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા પી.પી.પી.ધોરણે રીડેવલપ કરાયો છે.

જુલાઈ મહીનાની શરૃઆતમાં તેનુ લોકાર્પણ થવાનુ હતુ.આમ છતાં હજુ સુધી  સરદારબાગ લોકો માટે ખુલ્લો મુકાયો નથી.નોંધનીય બાબત એ છે કે,કુબેરનગર વિસ્તારમાં રુપિયા પચાસ લાખના ખર્ચે પ્લેગ્રાઉન્ડ કમ ગાર્ડનનું પાંચ મહીના પહેલા ઓનલાઈન લોકાર્પણ કરી દેવાયુ છે.આપના એક કાર્યકર્તા દ્વારા લોકોને સાથે રાખી ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકતા કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘણા સમયથી આ ત્રણ ગાર્ડન તૈયાર હોવાછતાં લોકો માટે ખુલ્લા મુકી શકાયા નથી.

આ સમાચાર શેર કરો