Ahmedabad news: પ્રખ્યાત ગાયક કલાકાર હર્દિલ પંડ્યાએ સિંગર શ્યામ સિધાવત અને પવન પરમાર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
અમદાવાદના પ્રખ્યાત ગાયક કલાકાર હર્દિલ પંડ્યાને અન્ય સિંગર શ્યામ સિધાવત અને બ

અમદાવાદના પ્રખ્યાત ગાયક કલાકાર હર્દિલ પંડ્યાને અન્ય સિંગર શ્યામ સિધાવત અને બીજા શખ્સોએ જાહેરમાં માર માર્યો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે જુની અદાવત રાખીને શ્યામ સિધાવત સહિત બે શખ્સોએ ઢોર માર માર્યો હતો.
બન્ને સિંગરોના સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ ફોલોવર્સ
સમગ્ર ઘટના દરમિયાન લોકો એકત્રિત થઈ ગયા હતા. સિંગરે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે મારી પર જીવલેણ હુમલો કર્યો મને બિભત્સ ગાળો આપી અને ઢોર માર માર્યો હતો. આ બન્ને સિંગરો સોશિયલ મીડિયા પર જાણિતા છે અને તેમના લાખો ફોલોવર્સ પણ છે.
જૂની અદાવતના મામલે સમગ્ર બબાલ સર્જાઈ
સમગ્ર ઘટના સર્જાઈ તે દરમિયાન લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું અને લોકોએ અને કલાકાર મિત્રોએ દરમિયાનગીરી કરીને હર્દિલ પંડ્યાને છોડાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે પ્રાથિમક માહિતી અનુસાર જૂના ગીતોના રાઈટ્સની અદવાત રાખી હતી. આ અદાવતના મામલે સમગ્ર બબાલ સર્જાઈ હતી.
સિંગર શ્યામ સિધાવત અને પવન પરમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનામાં ગાયક કલાકાર હર્દિલ પંડ્યા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર તમામ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રખ્યાત સિંગર શ્યામ સિધાવત અને પવન પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ કરી છે.






