મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: નવો રોડ બન્યો છતાં ગટરના ઢાંકણાં ન નાંખતા ઘટના ઘટી, AMC તંત્રની બેદરકારી

અમદાવાદ શહેરના

Ahmedabad news: નવો રોડ બન્યો છતાં ગટરના ઢાંકણાં ન નાંખતા ઘટના ઘટી, AMC તંત્રની બેદરકારી

અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી ચંદ્રમુખી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી AMCના ઘોર તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. મેમનગર તળાવ પાસે, રાજવી ઓપલથી મેમનગર ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર નવીન રોડ બનાવવામાં આવ્યો હોવા છતાં ગટરનાં ઢાંકણાં નાખવામાં ન આવતાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે.

મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ

આ ખુલ્લી ગટરના ફોટા સાથે જયેશભાઈ શાહ નામના સ્થાનિક રહીશે આસી. કમિશનર નવીન શાહને વારંવાર લેખિતમાં ફરિયાદ કરી છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આજ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

તંત્રની બેદરકારી, કાર ફસાઈ

તંત્રની આ બેદરકારીનું પરિણામ આજે બુધવારે (3 ડિસેમ્બર) સવારે ફરી જોવા મળ્યું. સોસાયટી નજીક આવેલી ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં ફરી એકવાર કાર ફસાઈ ગઈ હતી. જેને કારણે ભારે હેરાનગતિ થઈ હતી. આ પહેલા પણ અનેક નાના-મોટા અકસ્માતો અહીં બની ચૂક્યા છે, જેમાં લોકોને ઇજા થવા ઉપરાંત તેમનાં મોંઘા વાહનોને નુકસાન પહોંચ્યું છે.

આ સમાચાર શેર કરો