મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની વિવેકાનંદ કોલેજને AMCએ કરી દીધી સીલ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદની વિવેકાનંદ કોલેજને AMC દ્વારા સીલ કરવામાં

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  અમદાવાદની વિવેકાનંદ કોલેજને AMC દ્વારા સીલ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે AMC દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફાયર NOC અને BU નહીં હોવાથી સીલ કરવામાં આવી છે.

કાર્યવાહી કરવામાં ન આવતા મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી

મળતા અહેવાલ પ્રમાણે AMCએ આ મામલે વાંરવાર તાકીદ કરી હતી, તેમ  છતાં કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરના રાયપુર દરવાજા પાસે આ કોલેજ આવી છે.

બે દિવસ પહેલાં પણ AMCએ કરી હતી કાર્યવાહી

AMCએ દક્ષિણ પશ્ચિમ ઝોનના બોપલ, સરખેજ, જુહાપુરા અને મકતમપુરા વિસ્તારોમાં આ કાર્યવાહી કરી હતી. જે શૈક્ષણિક સંસ્થાઓ સામે પગલાં લેવાયા છે તેમાં બોપલની કિડ્ઝી પ્રી-સ્કૂલ, એન્ટીઅન્ટ સ્પ્રાઉટ, યુરો કિડ્સ, Kankids, ન્યૂ એજ સ્કૂલ, સહિત 13 શાળાઓને સીલ કરવામાં આવી છે. આ તમામ સંસ્થાઓ BU પરમિશન વગર ચાલી રહી હતી. સંસ્થાઓને અગાઉ અનેક વખત તાકીદ કરવામાં આવી હોવા છતાં, તેમણે નિયમોનું પાલન કર્યું નહોતું અને પરમિશન લીધી નહોતી. જેના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા અને નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે

આ સમાચાર શેર કરો