Ahmedabad: AMCની કાર્યવાહી, BU પરમિશન વગર ચાલતી 13 શૈક્ષણિક સંસ્થાઓ સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં BU પરમિશન વગર ચાલતી શૈક્ષણિક સંસ્થ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં BU પરમિશન વગર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 13 શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવામાં આવી છે.
AMCએ દક્ષિણ પશ્ચિમ ઝોનના બોપલ, સરખેજ, જુહાપુરા અને મકતમપુરા વિસ્તારોમાં આ કાર્યવાહી કરી હતી. જે શૈક્ષણિક સંસ્થાઓ સામે પગલાં લેવાયા છે તેમાં બોપલની કિડ્ઝી પ્રી-સ્કૂલ, એન્ટીઅન્ટ સ્પ્રાઉટ, યુરો કિડ્સ, Kankids, ન્યૂ એજ સ્કૂલ, સહિત 13 શાળાઓને સીલ કરવામાં આવી છે. આ તમામ સંસ્થાઓ BU પરમિશન વગર ચાલી રહી હતી. સંસ્થાઓને અગાઉ અનેક વખત તાકીદ કરવામાં આવી હોવા છતાં, તેમણે નિયમોનું પાલન કર્યું નહોતું અને પરમિશન લીધી નહોતી. જેના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા અને નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે.




