મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: AMCએ એમ.જે. લાઈબ્રેરી અને વી.એસ. હોસ્પિટલનું સુધારાવાળું બજેટ કર્યું જાહેર

અમદાવાદના સાહિત્યિક વારસા સમાન એમ.જે. લાઈબ્રેરીનું વર્ષ 2026-27નું બજે

Ahmedabad news: AMCએ એમ.જે. લાઈબ્રેરી અને વી.એસ. હોસ્પિટલનું સુધારાવાળું બજેટ કર્યું જાહેર

અમદાવાદના સાહિત્યિક વારસા સમાન એમ.જે. લાઈબ્રેરીનું વર્ષ 2026-27નું  બજેટ રજૂ કરવામાં આવ્યું. મેયર દ્વારા કુલ 18.06 કરોડનું સુધારા વધારા વાળું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અગાઉના ડ્રાફ્ટ બજેટમાં 1.35 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે.આ બજેટમાં લાઈબ્રેરીના ઓડિટોરિયમના નવીનીકરણ માટે 50 લાખ અને હિંમતલાલ પાર્ક સ્થિત પુસ્તકાલયના રિનોવેશન માટે 25 લાખની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, વાંચે ગુજરાત 2.0 અભિયાન અને લાઈબ્રેરીની વિકાસ ગાથા લોકો સુધી પહોંચાડવા માટે પણ વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.

વી.એસ. હોસ્પિટલનું વર્ષ 2026-27નું સુધારા બજેટ 

અમદાવાદની ઐતિહાસિક વી.એસ. હોસ્પિટલનું વર્ષ 2026-27નું સુધારા બજેટ આજે મેયર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. સુપ્રિટેન્ડેન્ટ દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં 577 લાખનો સુધારો વધારો કરીને કુલ 212.87 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ બજેટમાં દર્દીઓની સુવિધા માટે 162 લાખના ખર્ચે નવા મેડિકલ સાધનોની ખરીદી કરાશે, જેમાં પેથોલોજી, જનરલ સર્જરી અને ગાયનેક વિભાગને પ્રાધાન્ય અપાયું છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં નવા શેડ બનાવવા માટે 25 લાખ અને ડિજિટલ ડેટા મેનેજમેન્ટ માટે 40 લાખની ફાળવણી કરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારના જણાવ્યા મુજબ, હાલ 200 બેડ માટે બજેટ ફાળવાયું છે, પરંતુ રિનોવેશન પૂર્ણ થતા જ હોસ્પિટલ ફરી 500 પથારીની ક્ષમતા સાથે કાર્યરત થશે. 

આ સમાચાર શેર કરો