મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: SP રીંગ રોડ પર બેફામ ટ્રક ચાલકે ટુ વ્હિલર ચાલકને મારી ટક્કર, યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત

ગુજરાતમાં અકસ્માતની દુર્ઘટનાઓ સતત વધી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદ

Ahmedabad news: SP રીંગ રોડ પર બેફામ ટ્રક ચાલકે ટુ વ્હિલર ચાલકને મારી ટક્કર, યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત

ગુજરાતમાં અકસ્માતની  દુર્ઘટનાઓ સતત વધી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. અમદાવાદમાં વધુ એક વખત બેફામ દોડતા ટ્રકે માસુમનો જીવ લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે SP રીંગ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલક યુવાનને ટક્કર મારી હતી. ટક્કર બાદ યુવાન હવામાં ઉછળ્યો હતો અને તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે યુવક ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. મૃતક વિદ્યાર્થી સાઇન્સ સિટી થી ડીપીએસ સ્કૂલ તરફ જઈ રહ્યો હતો.

તન્મય સાયન્સ સિટીથી ડીપીએસ સ્કૂલ ટ્યૂશન માટે જઈ રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે તન્મયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ટ્રકને કબજે કરવામાં આવી છે, અને ફરાર ચાલકની શોધખોળ ચાલુ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

કારચાલકે ટુવ્હીલર ચાલકને ટક્કર મારી

અમદાવાદમાં એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અખબારનગર અંડરપાસ પાસેની આ ઘટના છે. કારચાલકે ટુવ્હીલર ચાલકને અડફેટે લેતા તે અંડરપાસના દરવાજા સાથે અથડાયો હતો. સદનસીબે તેને સામાન્ય ઈજા થઈ હતી.

દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું

દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને કારચાલકની અટકાયત કરી હતી. જોકે કારચાલક નશામાં હતો કે નહીં તે દીશામાં પોલીસ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો